PHOTOS

Uttarkashi Cloudburst : ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, ધસમસતા પાણીના પ્રવાહમાં અનેક ઘરો તબાહ, ડઝનેક લોકો દટાયા હોવાની આશંકા

 Uttarkashi Cloudburst : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી તબાહીના સમાચાર સામે આવ્યા છેય છે. ધરાલી વિસ્તારમાં વાદળ ફાટવાથી પહાડો પરથી એટલું મોટું પૂર આવ્યું કે ઘરો, દુકાનો અને ઇમારતો બધું જ તણાયું.  અનેક લોકો દટાયા હોવાની આશંકા છે.

Advertisement
1/6

Uttarkashi Cloud Burst : ઉત્તરાખંડ ફરી એકવાર કુદરતી આફતની ઝપેટમાં આવી ગયું છે. મંગળવારે સવારે ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં ખીર ગંગા વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. 

2/6

ભારે વરસાદ અને પૂરના કારણે ગામ ડૂબી ગયું, જેમાં અનેક ઘરો ધોવાયા છે અને ગંગોત્રી ધામનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

Banner Image
3/6

ઘટના પછી તરત જ SDRF, NDRF, સેના, પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગે પરિસ્થિતિને ખૂબ જ ગંભીર ગણાવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે અને પાણીનું સ્તર હજુ પણ ખતરાના નિશાન પર છે.

4/6

ધરાલી ગામ નજીક ખીર ગઢ નાળામાં અચાનક પાણીનો પ્રવાહ એટલી ઝડપથી વહેવા લાગ્યો કે બજાર, ઘરો, દુકાનો, બધું જ તેની ઝપેટમાં આવી ગયું. સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ છે અને ઘણા પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

5/6

મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ ઘટના પર દૂખ વ્યક્ત કરતા દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરી છે. પ્રશાસન દ્વારા લોકોને નદીઓ અને નાળાઓ નજીક ન જવા અને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. હર્ષિલ વિસ્તારમાં ખીર ગઢનું પાણીનું સ્તર હજુ પણ ઊંચું છે, જેના કારણે વધુ નુકસાન થવાની શક્યતા છે.

6/6

બીજી તરફ, માત્ર ઉત્તરાખંડમાં જ નહીં પરંતુ હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ અને વાદળ ફાટવાના બનાવો નોંધાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં, પહાડી રાજ્યોમાં હવામાનના પ્રકોપે અનેક લોકોના જીવ લીધા છે અને ડઝનબંધ ઘરો નષ્ટ થયા છે.





Read More