PHOTOS

વડોદરાઃ વરસાદી આફતમાં ડૂબ્યું શહેર, જૂઓ રાહત-બચાવ કામગીરી અને પાણીની તસવીરો

વડોદરા શહેરમાં બુધવારે 14 કલાકમાં ખાબકેલા 20 ઈંચ વરસાદે સમગ્ર શહેરને ટાપુમાં ફેરવી દીધું છે. અનેક સોસાયટીઓમાં લોકોના ઘરોમાં ગોઠણ સુધીનાં પાણી ઘુસી ગયાં છે તો કેટલાક વિસ્તારો તો બેટમાં ફેરવાઈ ગયા છે. 
 

Advertisement
1/14
નાનાં બાળકોને બચાવાયાં
નાનાં બાળકોને બચાવાયાં

NDRFની ટીમે બોટ સાથે સોસાયટીઓમાં પહોંચીને નાનાં બાળકો, વૃદ્ધો, અશક્તોને પાણીમાંથી સલામત સ્થળે ખસેડ્યા હતાં અને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.   

2/14
મગરો ઘુસી આવ્યા શહેરમાં
મગરો ઘુસી આવ્યા શહેરમાં

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરોનો વસવાટ છે અને મગરો અવાર-નવાર શહેરમાં ઘુસી આવતા હોય છે. ભારે વરસાદના કારણે શહેરમાં ભરાયેલાં પાણીમાં મગરો તરતાં જોવા મળ્યા હતા.   

Banner Image
3/14
નવી બનેલી સોસાયટીઓ બની ગઈ બેટ
નવી બનેલી સોસાયટીઓ બની ગઈ બેટ

શહેરની બહાર ચારે-તરફ ઊભી થયેલી સોસાયટીઓમાં ચારથી પાંચ ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં. લોકોને ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલો પોતાનો સામાન ઊંચી જગ્યાએ ખસેડીને પ્રથમ માળે શરણ લેવી પડી હતી.   

4/14
જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી
જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી

વડોદરામાં ખાબકેલા 20 ઈંચ વરસાદના કારણે જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી નજરે ચડે છે.   

5/14
NDRFની ટીમે અબોલ પ્રાણીઓને પણ બચાવ્યાં
NDRFની ટીમે અબોલ પ્રાણીઓને પણ બચાવ્યાં

શહેરમાં રાહત-બચાવ કામગિરીમાં બુધવાર સાંજથી જ આવી પહોંચેલી NDRFની ટીમે વડોદરાવાસીઓને તો બચાવ્યા જ હતા, પરંતુ સાથે જ અબોલ પ્રાણીઓ કુતરાં, બકરાં વગેરેને પણ બોટમાં બેસાડીને સલામત સ્થળે ખસેડ્યા હતા. લોકોએ NDRFની આવી માનવતાભરી કામગીરીને બિરદાવી હતી. 

6/14
વૃદ્ધો-અશક્તોને સહારો
વૃદ્ધો-અશક્તોને સહારો

વડોદરામાં આવી પડેલી વરસાદી આફતમાં NDRFની ટીમ લોકો માટે દેવદૂત બની રહી હતી.   

7/14
ગર્ભવતી મહિલાને બચાવી
ગર્ભવતી મહિલાને બચાવી

NDRFની ટીમને એક સોસાયટીમાં ગર્ભવતી મહિલા અને નાના બાળકો ફસાયા હોવાની જાણ થતાં ટીમે સૌથી પહેલાં ત્યાં પહોંચીને તેમને બોટમાં બેસાડીને સલામત સ્થળે ખસેડ્યાં હતાં.   

8/14
GSFCમાં ઘુસ્યાં પાણી
GSFCમાં ઘુસ્યાં પાણી

વડોદરા શહેરમાં આવેલી રાજ્યના સૌથી મોટા ખાતરના પ્લાન્ટ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિ.માં પણ પાણી ઘુસી ગયાં હતાં. કંપનીના મુખ્ય પાવર પેનલના રૂમમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયાં હતાં.   

9/14
GSFCનો પ્લાન્ટ કરાયો બંધ
GSFCનો પ્લાન્ટ કરાયો બંધ

GSFCમાં પાણી ઘુસી જતાં બુધવારે પ્લાન્ટ બંધ રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કંપની રાજ્યની સૌથી મોટી ખાતર ઉત્પાદ છે અને રોજના હજારો ટન ખાતરનું ઉત્પાદન કરે છે.  

10/14
સોસાયટીઓમાં પાણી, લોકો ઘરની બહાર
સોસાયટીઓમાં પાણી, લોકો ઘરની બહાર

શહેરની 100થી વધુ સાસોયટીઓ બેટ બની ગઈ છે. લોકો ગોઠણસમા પાણીમાં જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ લેવા માટે બહાર નિકળ્યાં હતાં અને શહેરમાં પડેલા વરસાદની ચર્ચા કરતા જોવા મળ્યા હતા.   

11/14
સક્કરબાગમાં પણ ભરાયું પાણી
સક્કરબાગમાં પણ ભરાયું પાણી

શહેરમાં આવેલા સક્કરબાગ ઝુમાં પણ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે ઝુના પિંજરામાં રહેલા પ્રાણીઓએ ઊંચાઈ ધરાવતી જગ્યાએ આશરો લીધો હતો.   

12/14
ગૌશાળામાં ભરાયું પાણી
ગૌશાળામાં ભરાયું પાણી

શહેરની બહાર આવેલી એક ગૌશાળામાં પણ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે અહીં રહેલી ગાયો પાણીમાં ફસાઈ ગઈ હતી. 

13/14
મગરનું રેસ્ક્યુ કરાયું
મગરનું રેસ્ક્યુ કરાયું

વડોદરા શહેર મગરનું શહેર પણ કહેવાય છે. અહીં અનેક વખત મગર સોસાયટીઓમાં ઘુસી આવતા હોય છે. ભારે વરસાદને પગલે શહેરમાં ભરાયેલા પાણીમાં અનેક સ્થળે મગર તરતા જોવા મળ્યા હતા. એક જગ્યાએ આવા જ એક મગરનું રેસ્ક્યુ કરાયું હતું.   

14/14
સેનાએ કર્યું હવાઈ નિરીક્ષણ
સેનાએ કર્યું હવાઈ નિરીક્ષણ

ભારતીય સેનાએ હેલિકોપ્ટરમાં શહેરની પરિસ્થિતીનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ફોટામાં વડોદરા શહેરને જળમગ્ન થયેલું જોઈ શકે છે. વચ્ચેના ફોટામાં શહેરની વિશ્વામિત્રી નદી છે, જે અત્યારે બે કાંઠે વહી રહી છે.   





Read More