PHOTOS

ભારતીય ટીમ માટે નહીં રમી શકે વૈભવ સૂર્યવંશી ! ICCના આ નિયમે આપ્યો મોટો ઝટકો

/strong> IPL 2025માં માત્ર 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારીને પોતાની ક્ષમતા બતાવી દીધી છે. 28મી એપ્રિલની તારીખ આ ખેલાડી માટે યાદગાર...

Advertisement
1/6

Vaibhav Suryavanshi : બિહારના વૈભવ સૂર્યવંશીએ માત્ર 14 વર્ષની ઉંમરમાં કંઈક એવું કરી બતાવ્યું જેણે સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું. આઈપીએલમાં તેની વિસ્ફોટક બેટિંગે માત્ર રેકોર્ડ તોડ્યા જ નથી પરંતુ દિગ્ગજોના દિલમાં પણ નવી આશાઓ જગાવી છે.

2/6

ગુજરાત વિરૂદ્ધ 35 બોલમાં ઝડપી સદી ફટકારીને વૈભવે સ્પષ્ટ કરી દીધું કે તે આવનારા સમયમાં ટીમ ઈન્ડિયાનો મુખ્ય ચહેરો બની શકે છે. પરંતુ જ્યારે ચાહકો તેને ટૂંક સમયમાં ભારતીય જર્સીમાં જોવાનું સપનું જોઈ રહ્યા છે, ત્યારે આઈસીસીનો નિયમ હાલમાં આ સપનાને રોકી રહ્યા છે.  

Banner Image
3/6

ICCએ 2020માં એક નવો નિયમ લાગુ કર્યો હતો, જે મુજબ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે ખેલાડીની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષની હોવી જોઈએ. વૈભવ અત્યારે 14 વર્ષનો છે અને 27 માર્ચ, 2026ના રોજ 15 વર્ષનો થઈ જશે, તેથી તે અત્યારે ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકશે નહીં.

4/6

જો કે, ICCએ આ નિયમમાં ખાસ જોગવાઈ કરી છે. જો કોઈ ખેલાડીને પ્રતિભાશાળી ગણવામાં આવે તો સંબંધિત ક્રિકેટ બોર્ડ ICC પાસેથી વિશેષ પરવાનગી લઈ શકે છે. આમાં માનસિક પરિપક્વતા, શારીરિક તંદુરસ્તી અને રમતગમતના અનુભવની ચકાસણી કરવામાં આવે છે.   

5/6

જો વૈભવ આ માપદંડોને પૂર્ણ કરે છે તો તે 15 વર્ષની ઉંમર પહેલા પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકે છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે BCCI ICC પાસે વૈભવની માંગ કરે છે કે નહીં.

6/6

પાકિસ્તાનના હસન રઝાએ 14 વર્ષ અને 227 દિવસની ઉંમરમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ભારતના સચિન તેંડુલકરે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. હવે વૈભવ આ દિગ્ગજોના રેકોર્ડને પડકારી શકશે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.





Read More