PHOTOS

વક્રી થતા જ શનિએ બનાવ્યો પાવરફૂલ રાજયોગ, 3 રાશિવાળા માટે ઈચ્છાપૂર્તિનો સમય, ધનના ઢગલા કરાવે તેવા પ્રબળ યોગ

વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવે વક્રી થવાની સાથે વિપરિત રાજયોગ બનાવ્યો છે. જે સંજોગોમાં આ રાજયોગ બન્યો છે તે 50 વર્ષ બાદ બન્યો છે. જાણો કઈ રાશિઓ માટે ફાયદાકારક રહી શકે છે. 

Advertisement
1/5

શનિદેવતા કર્મના દાતા, ન્યાયના દેવતા તરીકે પણ ઓળખાય છે જે લોકોને કર્મ પ્રમાણે ફળ આપે છે. જે લોકો સારા કર્મો કરે છે, પરિશ્રમ કરવાની સાથે સાથે ઈમાનદારી અને સચ્ચાઈના માર્ગ પર ચાલે છે, હંમેશા બીજાને મદદ કરવાની સાથે પ્રાણી માત્ર પ્રત્યે દયા અને કરુણાનો ભાવ રાખે છે તેમના પર શનિની વિશેષ કૃપા રહે છે. તેઓ જીવનમાં દરેક સુખ સુવિધા અને ધન, પદ, માન સન્માન મેળવે છે. શનિ સૌથી ધીમી ગતિથી ચાલનાર ગ્રહ મનાય છે. તેઓ એક રાશિમાં લગભગ અઢી વર્ષ રહે છે. હાલ શનિ ગુરુની રાશિ મીનમાં છે જ્યાં તેઓ અનેક રાજયોગનું પણ નિર્માણ કરી રહ્યા છે. શનિ જુલાઈ માસમાં આ રાશિમાં વક્રી થયા. શનિની ઉલ્ટી ચાલે વિપરિત રાજયોગ બનાવ્યો છે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ખુલી શકે છે. 

2/5
કર્ક રાશિ
કર્ક રાશિ

કર્ક રાશિવાળા માટે વિપરિત રાજયોગનું બનવું એ સકારાત્મક સિદ્ધ થઈ શકે છે. આ સમય દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સંબંધોમાં સુધાર અને નવા સંબંધની શરૂઆત માટે સમય અનુકૂળ રહેશે. બિઝનેસ પાર્ટનરશીપમાં લાભ થશે. મેરિડ લાઈફ સારી રહેશે. ગુરુની યુતિ તમારા સંબંધોમાં સ્થિરતા અને સમજદારી લાવશે. નોકરીયાતોને પદોન્નતિ થઈ શકે છે. કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. 

Banner Image
3/5
મકર રાશિ
મકર રાશિ

વિપરિત રાજયોગનું બનવું મકર રાશિવાળા માટે શુભ ફળદાયી રહી શકે છે. બેરોજગારોને નોકરી મળી શકે છે. વ્યક્તિત્વના નિખાર અને સામાજિક પ્રતિષ્ઠા વધારવા માટે સારો સમય છે. કરિયરમાં નવી ઉપલબ્ધિઓ મળશે અને વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા મળી શકે છે. વેપારીઓ માટે આ સમય નફો કમાવવા અને નવી યોજનાઓ લાગૂ કરવાનો છે. માન સન્માન અને પ્રતિષ્ઠા મળી શકે છે. ધનનું સેવિંગ કરી શકો છો. 

4/5
મિથુન રાશિ
મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે વિપરિત રાજયોગનું બનવું લાભકારી રહી શકે છે. કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને નોકરીમાં પ્રમોશનના યોગ છે. વેપારમાં નવી ડીલ કે પાર્ટનરશીપથી લાભ થશે. આર્થિક ઉન્નતિની સ્થિતિમાં સુધાર આવશે. વેપારનો વિસ્તાર કરી શકો છો. વિચારેલી યોજનાઓ સફળ થઈ શકે છે. ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. 

5/5
Disclaimer:
Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More