Vakri Shani Effect: 13 જુલાઈથી શનિ વક્રી અવસ્થામાં છે અને 28 નવેમ્બર 2025 સુધી શનિ વક્રી રહેશે. એટલે કે લગભગ 138 દિવસ સુધી શનિ વક્રી અવસ્થામાં રહેશે. ત્યારે કેટલાક રાશિવાળાએ ખુબ સતર્ક રહેવું પડશે.
13 જુલાઈથી શનિદેવ મીન રાશિમાં વક્રી અવસ્થામાં છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવનું વિશેષ સ્થાન છે. શનિદેવ 28 નવેમ્બર 2025 સુધી વક્રી રહેશે. એટલે કે લગભગ 138 દિવસ સુધી શનિ વક્રી અવસ્થામાં રહેશે. શનિના અશુભ પ્રભાવોથી દરેકને ડર લાગતો હોય છે. જ્યોતિષ ગણતરીઓ મુજબ શનિની વક્રી અવસ્થા દરમિયાન કેટલીક રાશિઓએ સાવધાન રહેવાની જરૂર છે. જાણો કઈ રાશિઓએ 28 નવેમ્બર સુધી સતર્ક રહેવું પડશે.
મેષ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. મન અસ્થિર રહી શકે છે. કોઈ પણ કામ પર ફોકસ કરી શકશો નહીં. ઈજા થઈ શકે છે. આથી ખુબ સાવધાનીથી કામ કરો. નવા કામની શરૂઆત બિલકુલ ન કરો. આર્થિક નુકસાનના સંકેત છે. ઘરમાં લડાઈ ઝઘડા અને ગૃહ કલેશની સ્થિતિ રહી શકે છે.
કુંભ રાશિવાળાએ પણ હાલ સાવધાન રહેવાની જરૂર છે. શનિના અશુભ પ્રભાવોથી બચવા માટે કુંભ રાશિવાળાએ પોતાનો ખુબ ખ્યાલ રાખવો જોઈએ. ધર્મ કર્મના કામોમાં સામેલ થાઓ. ઘરમાં ગૃહ કલેશની સ્થિતિ ઊભી થઈ શકે છે. વધુ પડતા ખર્ચાથી મન પરેશાન રહેશે. પરિજનોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ઉચ્ચ શિક્ષણમાં મુશ્કેલીઓ આવશે. રોકાણથી પૈસાનું નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય અંગે બેદરકારી ન વર્તો.
મીન રાશિના જાતકોને સૂર્ય ગોચરથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વિપક્ષી સક્રિય રહેશે. વિવાદ વધશે. શત્રુ તમારા પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની કોશિશ કરશે. વાહન સાવધાનીથી ચલાવો. મન અશાંત રહેશે. આર્થિક મામલે ઉતાર ચડાવ આવશે. સ્વાસ્થ્ય અંગે બેદરકારી ન વર્તો. સંબંધોમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. સંતાન તરફથી કષ્ટ મળી શકે છે. પ્રેમ સંબંધમાં મનમોટાવ રહેશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.