PHOTOS

Milind Somanની હેલ્થ રન, વલસાડના મામલતદારને રોડ પર કરાવ્યા Push-Ups

વલસાડના ધરમપુર ચોકડી નજીક મિલિંદ સોમનનું વલસાડ જિલ્લા માલતદાર સહિત વલસાડ જિલ્લાના અધિકારીઓ અને લોકોએ સ્વાગત કર્યું હતું

Advertisement
1/4

મુંબઈના શિવાજી પાર્કથી 15 ઓગસ્ટના રોજ બૉલિવુડ અભિનેતા અને દોડવીર એવા મિલિંદ સોમન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી હેલ્થ રન આયોજિત કરાઈ છે. ત્યારે આજ રોજ આ દોડ વલસાડ ખાતે પહોંચી હતી. વલસાડના ધરમપુર ચોકડી નજીક મિલિંદ સોમનનું વલસાડ જિલ્લા માલતદાર સહિત વલસાડ જિલ્લાના અધિકારીઓ અને લોકોએ સ્વાગત કર્યું હતું. તેઓ પણ મિલિંદ સોમન સાથે દોડમાં જોડાયા હતા.

2/4

મિલિંદ સોમન સાથે સેલ્ફી લેવા માટે વલસાડ મામલતદાર, અધિકારીઓ સહિત શહેરના લોકોએ પુશઅપ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, વલસાડ 55 વર્ષીય માલતદાર મનસુખ વસાવા દ્વારા પણ શહેરના લોકોની વચ્ચે જાહેર રસ્તા પર 20 જેટલા પુશઅપ કરી પોતે હજુ પણ શારીરિક રીતે તંદુરસ્ત છે એવું દર્શાવ્યું હતું. મિલિંદ સોમન દ્વારા આ રન લોકોમાં જાગૃતિ આવે અને લોકો પોતાની હેલ્થ વિશે જાગૃત થાય એવા હેતુથી આયોજિત કરાઈ છે. તેઓ હેલ્થ રનની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગે લોકોને વેક્સીન અંગે જાગૃત પણ કરી રહ્યાં છે. 

Banner Image
3/4

15મી ઓગસ્ટે મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દોડ લગાવી લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે બોલિવુડ એક્ટર અને દોડ વીર મિલિંદ સોમને દોડની શરૂઆત કરી હતી. મિલિંદ સોમાનનું વલસાડમાં વહીવટી તંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મિલિંદ સાથે સેલ્ફી પડાવવા માટે તેમણે લોકો પાસેથી 10 પુશઅપ કરાવ્યા હતા. લોકોએ પણ પુશઅપ કરીને દોડવીર સાથે સેલ્ફી પડાવી હતી.  

4/4

મિલિંદ સોમને લોકોને રસીકરણ અંગે પણ જાગૃત કર્યા હતા. કોરોના મહામારીમાં હેલ્થ અવેરનેસ સાથે રસીકરણ પણ એટલું જ જરૂરી હોવાનું જણાવ્યું હતું. લોકો વહેલી તકે રસીકરણ કરાવીને કોરોના સામે રોગપ્રતિકાર કવચ મેળવે તેવો મેસેજ તેમણે સતત આપ્યો.  





Read More