થોડા સમય પહેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વંદે ભારત સ્લીપરનો પહેલો પ્રોટોટાઈપ તૈયાર છે અને જલદી ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. લાંબા રૂટ પર ચાલનારી નવી ટ્રેન મુસાફરોને રાજધાની એક્સપ્રેસની સરખામણીમાં ઝડપ, સેફ્ટી, પેસેન્જર સુવિધા અને અનેક રીતે સારા અનુભવ કરાવશે. ટ્રેન હાલ આઈસીએફ ચેન્નાઈ પાસે છે જ્યાં તેની ક્વોલિટી ચેક થઈ રહી છે. આઈસીએફની મંજૂરી બાદ પહેલી વંદે ભારત સ્લીપર આરડીએસઓ તરફથી ફીલ્ડ ટ્રાયલથી પસાર થશે. ત્યારબાદ તેને લીલી ઝંડી આપીને રવાના કરાશે. વંદે ભારત સ્લીપર ટ્રેનના ફીચર્સ જાણો...
વંદે ભારત સ્લીપર ટ્રેનના પહેલા પ્રોટોટાઈપમાં 16 મુસાફર કોચ સામેલ છે. કન્ફ્યુગરેશનમાં 11 એસી, 3 ટિયર કોચ, 4 એસી, 2 ટિયર કોચ અને એક સિંગલ એસી ફર્સ્ટ ક્લાસ કોચ સામેલ છે.
વંદે ભારત સ્લીપરમાં ભારતીય રેલવે તરફથી અનેક પેસેન્જર સેન્ટ્રિક સુવિધાઓ સામેલ કરાઈ છે. આ સુવિધાઓમાં નાઈટ ઈલુમિનેશન, વિઝ્યુઅલ ડિસ્પ્લે ઉપરાંત ઈન્ટીગ્રેટેડ પબ્લિક એનાઉન્સમેન્ટ, સિક્યુરિટી કેમેરા, મોડ્યુલર પેન્ટ્રી ફેસિલિટી અને અલગ અલગ વધારાની સુવિધાઓ સામેલ છે.
વંદે ભારત સ્લીપર સ્પેશિયલ કપલર્સ સાથે ઝટકા મુક્ત મુસાફરીનો અનુભવ આપે છે. ડિઝાઈનમાં અપ્રત્યાશિત ઘટનાઓ દરમિયાન મુસાફરોની સુરક્ષા વધારવા માટે 'ક્રેશવર્થી' કમ્પોનેન્ટને પણ સામેલ કરાયા છે.
નવી વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મુસાફરોનો આરામ વધારવા માટે યુરોપીયન ટ્રેનોની ડિઝાઈન એલીમેન્ટ સામેલ કરાઈ છે. કોચમાં એડવાન્સ એમિનિટીઝને સામેલ કરાઈ છે. બર્થમાં આરામદાયક મુસાફરી માટે એક્સ્ટ્રા પેન્ડિંગ કરાઈ છે. અપર બર્થ પર ચડવા માટે સીડીને મુસાફરોને અનૂકૂળ બનાવી છે.
નવી વંદે ભારત સ્લીપર ટ્રેન સ્વદેશી રીતે ડિઝાઈન કરાયેલી KAVACH ટ્રેન ટક્કર વિરોધી સિસ્ટમથી લેસ હશે. ટ્રેન ઉર્જા દક્ષતા માટે રી જનરેટિવ બ્રેકિંગ સિસ્ટમનો પણ યૂઝ કરે છે.
નવી વંદે ભારત સ્લીપર ટ્રેનમાં એરક્રાફ્ટ સ્ટાઈલ મોડ્યુલર બાયો વેક્યુમ ટોયલેટ લાગેલા હશે. વિકલાંગ મુસાફરો માટે સ્પેશિયલ રીતે ટોયલેટને ડિઝાઈન કરાયા છે. જેમાં બાળકોની નેપી બદલવા માટેનું સ્ટેશન પણ અપાયું છે. એસી ફર્સ્ટ ક્લાસના કોચમાં ટોયલેટમાં ગરમ પાણીની સુવિધાવાળું શોવર કમ્પાર્ટમેન્ટ હશે.
નવી વંદે ભારત સ્લીપર ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે સક્ષમ છે. ભારતીય રેલવે તરફથી અપાયેલી મંજૂરીના આધારે મહત્તમ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. વંદે ભારત સ્લીપરનો લક્ષ્યાંક પ્રીમિયમ રાજધાની એક્સપ્રેસ ટ્રેનની સરખામણીમાં વધુ સરેરાશ ઝડપ રાખવાનો છે.
નવી વંદે ભારત સ્લીપર ટ્રેનના કોચમાં ઓટોમેટિક ઈન્ટરકનેક્ટિંગ દરવાજા છે. ધૂળમુક્ત વાતાવરણ અને કુશળ એર કન્ડિશનિંગ સુનિશ્ચિત કરવા માટે ગૈગવે પણ સંપૂર્ણ રીતે સીલ કરાયા છે.
નવી વંદે ભારત સ્લીપર ટ્રેનમાં પર્સનલ અભ્યાસ માટે લાઈટો, મોબાઈલ ફોન અને લેપટોપ માટે પાવર આઉટલેટ, ખાણી પીણી માટે ટેબલ અને અન્ય સુવિધાઓ હશે. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં સર્વશ્રેષ્ઠ જીએફઆરપી પેનલ ઈન્ટીરિયર હશે. એક્ઝિટ ડોર ઓટોમેટિક રીતે ફક્ત સ્ટેશન પર ખુલે છે.
વંદે ભારત સ્લીપરમાં એર કન્ડિશનિંગ, સલૂન લાઈટિંગ જેવી મુસાફરોની સુવિધાઓને વધુ સારી સ્થિતિમાં નિગરાણી માટે એક સેન્ટ્રલાઈઝ્ડ મોનીટરિંગ સિસ્ટમ છે. નવી ટ્રેનમાં ઈમરજન્સીમાં મુસાફરો અને લોકો પાઈલટ વચ્ચે વાતચીત માટે ઈમરજન્સી ટોક બેક યુનિટ હશે.
વંદે ભારત સ્લીપર ટ્રેનનો પહેલો પ્રોટોટાઈપ હાલના સમયમાં આઈસીએફ ચેન્નાઈમાં છે. જ્યાં તેની ક્વોલિટી ચેક ચાલે છે. આવનારા દિવસોમાં તે પૂરી થયા બાદ ટ્રેનને ફીલ્ડ ટ્રાયલ માટે આરડીએસઓ મોકલવામાં આવશે. આગામી 2-3 મહિનામાં ટ્રાયલ પૂરી થયા બાદ નવી ટ્રેનને મુસાફરો માટે લીલી ઝંડી આપવામાં આવે તેવી આશા છે.