PHOTOS

કુદરતી આફતો આવવાની ભવિષ્યવાણી, ઘડામાં મૂકાયેલા ધાન્ય તોલીને કરાયો વરતારો

Varsad No Vartaro બુરહાન પઠાણ/આણંદ : ઉમરેઠના ચંદ્ર મૂળેશ્વર મહાદેવ મદિરમાં પરંપરાગત અષાઢી તોળાઈ. 300 વર્ષથી અહીં અષાઢી તોળવામાં આવે છે. જેના પરથી વરતારો નીકળ્યો કે, આ વર્ષે ઘઉં અને તલનો પાક સારો થશે. તો શિયાળું પાક સારો થવાનો વર્તારો આવ્યો. તેમજ કુદરતી હોનારત સર્જાવાની આગાહી કરાઈ. ચોમાસાના અંત સુધી વરસાદ રહેવાનો વર્તારો છે. 

Advertisement
1/6
સૈકા જૂની વરતારો કાઢવાની પરંપરા 
સૈકા જૂની વરતારો કાઢવાની પરંપરા 

આણંદ જિલ્લાનાં ઉમરેઠ શહેરમાં આવેલ ચંદ્રમુળેશ્વર મહાદેવમાં સૈકાઓ જુની પરંપરા અનુસાર આજે અષાઢી  તોળવામાં આવી હતી. તેમાં આ વર્ષે ધંઉનો પાક સારો થશે તેમજ વરસાદ વધુ થવાનો વર્તારો વ્યકત કરવામાં આવ્યો હતો. શહેરનાં વેપારીઓની હાજરીમાં અષાઢી તોળવામાં આવી હતી.  

2/6
ધાન્ય અને કઠોળની તોલીને કરાય છે વરતારો 
ધાન્ય અને કઠોળની તોલીને કરાય છે વરતારો 

ઉમરેઠ શહેરના સ્ટેશન રોડ વીસ્તારમાં આવેલા ચંદ્રમુળેશ્વર મહાદેવમાં ગઈકાલે  વેપારીઓ દ્વારા  જુદા જુદા અનાજ અને કઠોળ પોટલીઓમાં બાંધી બંધ માટીના ધડામાં મુકી તેને મહાદેવના ગર્ભગૃહમાં આવેલ ગોખમાં મુકી ગોખ સીલ કરવામાં આવ્યો હતો. આજે સવારે શ્રેષ્ઠીઓની હાજરીમાં શીલ ખોલી ગોખમાંથી માટીનો ઘડો બહાર કાઢી ધડામાં મુકેલ ધાન્ય અને કઠોળની પોટલીઓ ખોલી ફરીવાર વેપારીઓની હાજરીમાં આ ધાન્ય અને કઠોળ ફરીવાર તોલવામાં આવ્યાં હતાં.

Banner Image
3/6
આ વર્ષે સારો પાક જવાનો વરતારો 
આ વર્ષે સારો પાક જવાનો વરતારો 

જેમાં આ વખતે મગ 5 રતી વધારે થયા હતા, ડાંગર 2 રતી ઓછી, જુવાર સમ ધારણ, ઘઉં 7 રતી વઘારે, તલ 36 રતી વધારે, અદડ સરખા કપાસ 2 રતી વધારે ચણાં 1 રતી વધારે બાજરી અડધી રતી ઓછી અને માટી ૦1 રતિ ઓછી થઈ હતી. જેથી આ વર્ષે વરસાદ વધુ થશે અને ચોમાસું ઠેઠ સુધી વરસાદ રહેશે, ડાંગર અને બાજરીનો પાક સામાન્ય રહેશે  તેમજ ઘઉં ,તલનો  પાક મબલક પાકશે જયારે  ચણા, જુવાર અડદ જેવા પાકો સામાન્ય રહેશે. તેવો વર્તારો કરવામાં આવ્યો હતો. તેમજ શિયાળુ પાક સારો થવાનું અને માટી ઓછી થવાના કારણે કુદરતી હોનારત થવાનું અનુમાન કરવામાં આવ્યું હતું   

4/6
ચંદ્રમુળેશ્વર મહાદેવમાં તોળાતી આ અષાઢીનું ખુબજ મહત્વ
ચંદ્રમુળેશ્વર મહાદેવમાં તોળાતી આ અષાઢીનું ખુબજ મહત્વ

ઉમરેઠ પંથક તથા સૌરાષ્ટ્રના કેટલાક વીસ્તારોમાં આ અષાઢી પરથી કરાતા વર્તારાનું ખુબજ મહત્વ રહેલું છે. કરીયાણાના જથ્થાબંધ વેપારીઓ આ અષાઢી પર નજર રાખતા હોય છે. અને અષાઢીના વર્તારા મુજબ વેપાર ધંધો કરે છે. અને ખેડુતો પણ આ અષાઢી પરથી કરાતા વર્તારા મુજબ ખેતી કરતાં હોય છે. જેના કારણે ઉમરેઠના ચંદ્રમુળેશ્વર મહાદેવમાં તોળાતી આ અષાઢીનું ખુબજ મહત્વ રહેલું છે.

5/6
વેપારીઓ પત્ર દ્વારા આ વરતારો મંગાવતા હોય છે 
વેપારીઓ પત્ર દ્વારા આ વરતારો મંગાવતા હોય છે 

ચંદ્રમુળેશ્વર મહાદેવનાં પુજારી ગીરીશભાઈ દવેએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પંથકમાં આ અષાઢીનું ખુબજ મહત્વ છે. અને સૌરાષ્ટ્રના ખેડુતો તેમજ વેપારીઓ અષાઢીના વર્તારા અંગે મહાદેવના મંદીરમાં પત્રવ્યવહાર કરી અષાઢીનો વર્તારો મંગાવતા હોય છે. જેથી દર વર્ષે અષાઢી તોળ્યા બાદ તેનું પરીણામ અને વર્તારો સૌરાષ્ટ્રના ખેડુતો અને વેપારીઓને મોકલવામાં આવે છે.  સમગ્ર દેશમાં માત્ર કાશી અને ઉમરેઠના મહાદેવમાં જ સૈકાઓથી અષાઢી તોળવામાં આવે છે. અને તેનું ખુબ મહત્વ રહેલું છે.

6/6




Read More