PHOTOS

Lakshmi Puja: મહેનત કર્યા પછી પણ ખિસ્સા ખાલી રહે છે? તો અપનાવો આ 5 માંથી કોઈ 1 ઉપાય, ઘરમાં વધશે ધનની આવક

Lakshmi Puja: સનાતન ધર્મમાં માં લક્ષ્મીને ધનના દેવી કહેવાયા છે. જે ઘરમાં માતા લક્ષ્મીની પધરામણી થાય ત્યાં સુખ સમૃદ્ધિ ક્યારેય ખૂટતા નથી. તેથી જ લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમામ પ્રયત્નો કરતા રહે છે. 

Advertisement
1/7
5 વાસ્તુ ઉપાય
 5 વાસ્તુ ઉપાય

દરેક ઘરમાં માતા લક્ષ્મીની પૂજા રોજ થાય છે તેમ છતાં દરેક પર માતા લક્ષ્મીની કૃપા નથી થતી. આવું થવા પાછળ ભક્તિની ખામી નહીં પરંતુ કેટલીક વસ્તુ ભૂલ જવાબદાર હોય છે. આજે તમને 5 એવા વાસ્તુ ઉપાય વિશે જણાવીએ જેને અપનાવશો તો તમારા ઘર પર પણ માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહેશે.

2/7
સંધ્યા સમયે પૂજા 
સંધ્યા સમયે પૂજા 

વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત સમયે માતા લક્ષ્મીની પૂજા કરવી શુભ ગણાય છે. સંધ્યા સમય એ સમય હોય છે જ્યારે ગાયો જંગલમાંથી ચરીને ઘરે પરત ફરે છે આ સમયે માતા લક્ષ્મીની પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે. 

Banner Image
3/7
ઘીનો દીવો 
ઘીનો દીવો 

માતા લક્ષ્મીની પૂજામાં ઘીનો દીવો કરવો શુભ ગણાય છે. કહેવાય છે કે ઘીની સુગંધ માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે. તેથી ઘરમાં સવારે અને સંધ્યા સમયે ઘીનો દીવો કરવો જોઈએ. સાથે જ લક્ષ્મી પૂજા દરમિયાન શંખ વગાડવાથી પણ લાભ થાય છે. 

4/7
જાડુનો અનાદર 
જાડુનો અનાદર 

વાસ્તુશાસ્ત્ર અનુસાર જાડુ માતા લક્ષ્મીનું જ પ્રતીક છે. સાફ-સાઈ કર્યા પછી જાડુને સાફ જગ્યા પર રાખવું. જાડુને ઓળંગીને ક્યારે ચાલવું નહીં. સાથે જ તેનો અનાદર પણ કરવો નહીં. 

5/7
ઘરમાં સ્વચ્છતા 
ઘરમાં સ્વચ્છતા 

વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી એવા જ ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં સાફ સફાઈ હોય. જે ઘરમાં સ્વચ્છતા ન હોય ત્યાં માતા લક્ષ્મી આવતા નથી તે જગ્યાએ બીમારી અને દરિદ્રતા રહે છે. 

6/7
નાળિયેરનો ઉપાય 
નાળિયેરનો ઉપાય 

નાળિયેરને શ્રીફળ પણ કહેવાય છે. શ્રીનો અર્થ લક્ષ્મી થાય છે. નાળિયેર માતા લક્ષ્મીને પ્રિય ફળ છે. તેથી જ્યારે પણ લક્ષ્મી પૂજા કરો તો નાળિયેરને થાળીમાં અચૂક રાખો. પૂજા પછી શ્રીફળ વધેરી તેનો પ્રસાદ પોતે પણ ગ્રહણ કરો અને પરિવારને પણ આપો.

7/7




Read More