Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિની કોઈ નાની ભૂલના કારણે પણ સંપત્તિમાં ઘટાડો થઈ શકે છે. એવું કહેવાય છે કે જ્યાં ધન રાખ્યું હોય ત્યાં આ 3 વસ્તુ રાખવાથી આવું થાય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, એવી કઈ વસ્તુ છે, જેને તિજોરીમાં રાખવાથી સંપત્તિમાં ઘટાડો થતો રહે છે.
તમે ઘણીવાર જોયું હશે કે અમુક લોકોની ધન-સંપત્તિ અચાનક ઘટવા લાગે છે, શું તમે ક્યારેય વિચાર્યું કે આના પાછળ શું કારણ હોઈ શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિની કોઈ નાની ભૂલના કારણે પણ સંપત્તિમાં ઘટાડો થઈ શકે છે.
એવું કહેવાય છે કે જ્યાં ધન રાખ્યું હોય ત્યાં આ 3 વસ્તુ રાખવાથી આવું થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મફતમાં મળેલી વસ્તુઓ તિજોરીમાં ના રાખવી જોઈએ. આવું કરવાથી ક્યારેય પણ માતા લક્ષ્મી કે ભગવાન કુબેરની કૃપા થતી નથી.
પૈસા રાખવાની જગ્યાએ ક્યારેય ફ્રીમાં મળેલી કોઈ વસ્તુ ના રાખવી જોઈએ. જેમકે ફ્રીમાં મળેલા કપડાં, ઘરેણાં, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ કે મેકઅપની વસ્તુઓ ન રાખો. તમારી આ નાની ભૂલ તમારું ઘર બરબાદ કરી શકે છે.
ખોટા માધ્યમથી કમાયેલું ધન ઘરના સુખ-સમૃદ્ધિ નષ્ટ કરે છે. આવા પૈસાને તિજોરીમાં રાખવાથીતમારું ઘર બરબાદ થઈ શકે છે. ચોરી, લૂંટ કે છેતરપિંડી દ્વારા કમાયેલા પૈસામાં સ્થિરતા નથી. આવી સંપત્તિ ન તો વ્યક્તિને ખરાબ સમયમાં મદદ કરે છે અને ન તો તે કાયમ રહે છે.
જ્યોતિષની સલાહ પર કેટલાક લોકો પોતાના પૈસા રાખવાની તિજોરીમાં અરીસો લગાવે છે. તિજોરીમાં અરીસો લગાવવો યોગ્ય છે, પરંતુ આમાં પણ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ.
વાસ્તુ નિષ્ણાતો અનુસાર તિજોરીનો અરીસો ક્યારેય તૂટેલો ના હોવો જોઈએ. બીજું કે આ અરીસો ત્યારે જ ફાયદાકારક રહેશે જ્યારે તિજોરી દક્ષિણ દિશામાં રાખવામાં આવી હોયય
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને ધાર્મિક આધારિત છે, Zee24 Kalak આની પુષ્ટિ કરતું નથી.