PHOTOS

Venus Transit: સિંહનું શુક્ર રાશિમાં ગોચર, 7 જુલાઈથી 7 રાશિઓ માટે ખુલી જશે ભાગ્યનો દરવાજો

Shukra nu singh Rashi ma Gochar 2023: શુક્ર હવે ગ્રહોના રાજા સૂર્યની સિંહ રાશિમાં પ્રવેશ કરવાના છે. સિંહ રાશિમાં શુક્ર આવવાથી ઘણી રાશિના જાતકોને એક મહિના સુધી સતત લાભ મળશે. 
 

Advertisement
1/7
મેષ રાશિ
 મેષ રાશિ

શુક્ર ગોચરથી તમારો પ્રેમ મજબૂત થશે. તમે તમારા સંબંધોને ગંભીરતાથી લેશો અને તમારા પ્રિયજનોની દરેક ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરશો. કુંવારા લોકોને આ સમયમાં પ્રેમ પ્રસંગનો અનુભવ થઈ શકે છે. તમારૂ વ્યક્તિત્વ બીજાને આકર્ષિત કરશે અને કરિયર તથા નાણા ક્ષેત્રમાં તમારૂ નામ અને પ્રતિષ્ઠા વધશે.

2/7
વૃષભ રાશિ
 વૃષભ રાશિ

તમારા ઘરમાં ખુશીઓ વધશે અને તમારા શુભ કાર્યોનું પ્લાનિંગ પણ બનાવી શકો છો કે નવું વાહન ખરીદી શકો છો. આ સમયમાં પ્રોફેશનલ માટે સારી સંભાવના આવશે. પરંતુ સંપત્તિ સંબંધિત કાયદાના મામલા પર ધ્યાન દેવાની જરૂર છે અને આ સમય તમારો હોઈ શકે છે. 

Banner Image
3/7
મિથુન રાશિ
 મિથુન રાશિ

તમારી દિલ જીતવાની ઈચ્છા તીવ્ર બનશે અને તમારૂ પ્રેમ જીવન ખીલશે. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે અને તેની સહાયતાથી તમને લાભ થશે. યાત્રાઓ પર જવા માટે અનુકૂળ સમય છે અને આર્થિક લાભ તથા સંતોષનો અનુભવ થશે. તમારા ઘરમાં શાંતિ રહેશે. 

4/7
કર્ક રાશિ
 કર્ક રાશિ

શુક્રનું ગોચર તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે, જેનાથી તમે બીજાની નજરોમાં વધુ આકર્ષક બનશો. તમે નાણાકીય લાભનો અનુભવ કરશો અને મૌખિક સંઘર્ષમાં વિજયી થશો. તમારૂ બેન્ક બેલેન્સ વધશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. 

5/7
સિંહ રાશિ
 સિંહ રાશિ

તમે કોઈ કારણ વગર લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચશો અને તમને તેમાં સફળતા મળશે. તમારૂ લગ્ન જીવન સુખી રહેશે અને ધંધામાં લાભ થશે. પરંતુ તમારે જીદ છોડીને પરિવર્તનોને અનુકૂળ થવું પડશે. રોમાન્સ તમારા જીવનમાં પ્રવેશ કરશે, આનંદ અને ઉત્સાહ લઈને આવશે. 

6/7
કન્યા રાશિ
 કન્યા રાશિ

વિદેશના કામ સાથે જોડાયેલા કે વિદેશ જવા ઈચ્છુક લોકોને ફાયદો થશે. અન્ય ક્ષેત્રોમાં ફરવાની તમારી ઈચ્છા પૂરી થશે. તમારા ખર્ચ પર કાબુ રાખો. તમે સંતોષનો અનુભવ કરશો અને તમારૂ મન શાંત રહેશે. 

7/7
તુલા રાશિ
તુલા રાશિ

તમારી આવકમાં મોટો વધારો થશે અને તમારા અટવાયેલા કામ પૂરા થશે. આત્મવિશ્વાસની વાપસી થશે અને પ્રમોશનનો યોગ બની શકે છે. સામાજિક સંપર્ક તમારા વ્યવસાયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને રોકાણથી સારા પરિણામો મળશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તેદાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો)  





Read More