PHOTOS

₹14000 કરોડની વસૂલાત પછી પણ માલ્યા પાસે છે અઢળક સંપત્તિ, વિદેશમાં ભરી રાખી છે તિજોરી, જાણો તેનો પરિવાર કયાં છે?

Vijay Mallya Interview: 17 ભારતીય બેંકોમાંથી હજારો કરોડ રૂપિયા લઈને લંડન ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાએ 9 વર્ષ પછી પોતાનું મૌન તોડ્યું છે. એક યુટ્યુબ ચેનલ સાથેના 4 કલાકના ઇન્ટરવ્યુમાં માલ્યાએ દરેક પાસાંનો ખુલાસો કર્યો. તેમણે બેંકોની લોનથી લઈને ભાગેડુ અને ચોર ટેગ સુધીની દરેક બાબત વિશે વાત કરી.

Advertisement
1/8
Vijay Mallya Podcast
 Vijay Mallya Podcast

Vijay Mallya Podcast: 17 ભારતીય બેંકોના હજારો કરોડ લઈને લંડન ફરાર થઈ ગયેલા વિજય માલ્યાએ 9 વર્ષ બાદ મૌન તોડ્યું છે. એક યુટ્યુબ ચેનલ સાથે લગભગ 4 કલાકના ઈન્ટરવ્યુમાં માલ્યાએ દરેક મુદ્દે વાત કરી છે. બેંકમાંથી લોઈ લઈને ભાગેડું તથા ચોર ટેગ પર વાત કરી. કિંગફિશર એરલાયન્સની બરબાદીથી લઈને દેશથી ફરાર થવા સુધીના કિસ્સા જણાવ્યા છે. જણાવ્યું કે કઈ રીતે કિંગ્સ ઓફ ગુડ ટાઇમ્સનો ટાઇમ એટલો બદલાયો કે તેણે દેશ છોડી ફરાર થવું પડ્યું.  

2/8
400 રૂપિયાનો પગારવાળો કઈ રીતે બન્યો કિંગફિશરનો માલિક
400 રૂપિયાનો પગારવાળો કઈ રીતે બન્યો કિંગફિશરનો માલિક

 

'ફ્લાઇ ધ ગુડ ટાઇમ્સ' અને 'ધ ટેસ્ટ ઓફ રિયલ ઈન્ડિયા' જેવી ટેગલાઇનની સાથે કારોબારમાં ટોંચ પર પહોંચેલા વિજય માલ્યાનો જન્મ ભલે કારોબારી પરિવારમાં થયો, પરંતુ ખુદને સાબિત કરવા માટે તેણે 400 રૂપિયાના પગારમાં નોકરી કરવી પડી હતી. પિતા વિઠ્ઠલ માલ્યાની સામે ખુદને સાબિત કરવો પડ્યો, પછી પિતાના નિધન બાદ તેણે Kingfisher Beer બનાવનારી કંપની United Brewerise group ની જવાબદારી સંભાળી.

Banner Image
3/8
કિંગફિશર એરલાઇન્સ કેવી રીતે શરૂ થઈ અને બંધ થઈ
કિંગફિશર એરલાઇન્સ કેવી રીતે શરૂ થઈ અને બંધ થઈ

 

વિજય માલ્યાની કંપની યુનાઇટેડ બેવરેજીસ સૌથી મોટી એરલાઇન કંપની છે. યુબી ગ્રુપનો હવાલો સંભાળ્યા પછી, માલ્યાએ સખત મહેનત કરી અને કિંગફિશરના પેકેજિંગને વધુ આકર્ષક બનાવ્યું, સંગીત અને ફેશન ઇવેન્ટ્સને પ્રાયોજિત કર્યા, જેના કારણે બ્રાન્ડ પર ઘણું ધ્યાન કેન્દ્રિત થયું. માર્કેટિંગને કારણે વેચાણમાં વધારો થયો અને કિંગફિશર બીયર 52% બજાર હિસ્સો મેળવવામાં સફળ રહી. બીયરના વ્યવસાય પછી, તેમણે 2005 માં તેમના પુત્ર સિદ્ધાર્થના 18મા જન્મદિવસે કિંગફિશર એરલાઇન્સ શરૂ કરી. કિંગફિશર પ્રીમિયમ ફ્લાઇંગ અનુભવ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. 2008 સુધીમાં તે ભારતની સૌથી મોટી એરલાઇન બની ગઈ, પરંતુ પછી ખરાબ દિવસો શરૂ થયા. માલ્યાએ કિંગફિશરના પતન માટે સરકારી નીતિઓને જવાબદાર ઠેરવી. માલ્યાએ પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ કિંગફિશરના નાણાકીય સંકટ અંગે નાણામંત્રી પ્રણવ મુખર્જીને મળ્યા હતા અને મદદ માંગી હતી. પરંતુ તેમને સરકારી મદદ મળી ન હતી. માલ્યાએ કહ્યું કે ઉડ્ડયન ઇંધણ (ATF) ના વધતા ભાવ અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવતા ભારે વેચાણ કરને કારણે એરલાઇન્સના ખર્ચમાં વધારો થયો. સરકારે વિદેશી રોકાણને મંજૂરી આપી ન હતી, જેના કારણે કિંગફિશર એરલાઇન્સ બંધ થઈ ગઈ.

4/8
કઈ રીતે ભારત છોડી ભાગ્યો માલ્યા
કઈ રીતે ભારત છોડી ભાગ્યો માલ્યા

 

ઈન્ટરવ્યુમાં માલ્યાએ જણાવ્યુ કે તે દેશ છોડી ભાગ્યો નથી. તે અરૂણ જેટલીને મળ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે તે લંડન જઈ રહ્યાં છે. પરંતુ પાસપોર્ટ રદ્દ થવાને કારણે તે ફસાયો હતો. માલ્યાએ જણાવ્યુ કે ડેટ રિકવરી ટ્રિબ્યૂનલ (DRT) ના સર્ટિફિકેટ પ્રમાણે તેના પર 6203 કરોડ રૂપિયાનું દેવું છે, જેમાં વ્યાજ પણ સામેલ છે. પરંતુ સરકાર તેને 9000 કરોડ રૂપિયા જણાવી રહી છે અને અત્યાર સુધી તેની સંપત્તિની હરાજી કરી 14000 કરોડ રૂપિયાથી વધુની રકમ વસૂલી છે. માલ્યાએ જણાવ્યું કે સરકારે કઈ સંપત્તિ વેચી? મને ખ્યાલ નથી.

5/8
માલ્યા પાસે કેટલી સંપત્તિ
માલ્યા પાસે કેટલી સંપત્તિ

  અત્યાર સુધીમાં વિજય માલ્યા પાસેથી 14 હજાર કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. મુંબઈના વિલે પાર્લે સ્થિત તેમનું કિંગફિશર હાઉસ 2021માં 52.55 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવ્યું હતું. ગોવામાં સ્થિત આલીશાન વિલા પણ 73 કરોડ રૂપિયામાં વેચાઈ ગયો છે. પરંતુ તેમની પાસે હજુ પણ કરોડોની મિલકત છે. માલ્યા લંડનમાં પોતાના આલીશાન બંગલામાં રહે છે. માલ્યાએ પોતે પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે તેમની પાસે ઈંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકામાં મિલકત છે. જ્યારે કિંગફિશરના ભૂતપૂર્વ ચેરમેન દક્ષિણ આફ્રિકામાં દારૂનો વ્યવસાય કરી રહ્યા હતા, ત્યારે તેમણે એક સુંદર ઘર ખરીદ્યું હતું, પરંતુ ધંધો ડૂબી ગયા પછી તે વેચાઈ ગયું.

6/8
શું કરે છે વિજય માલ્યાનો પુત્ર
શું કરે છે વિજય માલ્યાનો પુત્ર

વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યા પોતાની પત્ની સાથે લંડનમાં રહે છે. પિતા બિઝનેસમેન છે પરંતુ પુત્રએ એક મોડલ અને એક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.તે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કરીચૂક્યો છે. ઓનલાઈન વીડિયો શોની યજમાની કરનાર સિદ્ધાર્થ ગિનીઝ માટે માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરી ચૂક્યો છે.

 

 

7/8
ડિપ્રેશનમાંથી બહાર આવી મેન્ટલ હેલ્થ પર કામ
ડિપ્રેશનમાંથી બહાર આવી મેન્ટલ હેલ્થ પર કામ

 

વર્ષ 2019 માં અંગ્રેજી અખબાર ડેક્કન ક્રોનિકલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, સિદ્ધાર્થ માલ્યા ઘણા વર્ષોથી ડિપ્રેશનથી પીડાતા હતા. આ પછી, તેમણે માનસિક સ્વાસ્થ્ય પર કામ કરવાનું શરૂ કર્યું. તેમણે માનસિક સ્વાસ્થ્ય પર બે પુસ્તકો પણ લખ્યા છે, ઇફ આઈ એમ ઓનેસ્ટ: અ મેમોઇર ઓફ માય મેન્ટલ હેલ્થ જર્ની અને સેડ-ગ્લાડ. તેઓ માનસિક સ્વાસ્થ્ય પર ઘણા શો પણ કરે છે. ET ના અહેવાલ મુજબ, સિદ્ધાર્થ માલ્યા પાસે વર્ષ 2023 માં $380 મિલિયનની સંપત્તિ છે. તેમના પિતાના વ્યવસાય ઉપરાંત, તેઓ મનોરંજન અને મોડેલિંગમાંથી પણ કમાણી કરી રહ્યા છે.

8/8
ક્યાં છે પરિવાર
ક્યાં છે પરિવાર

 માલ્યાનો પુત્ર સિદ્ધાર્થ માલ્યા લંડનમાં રહે છે જ્યારે વિજય માલ્યાને ત્રણ પુત્રીઓ લિયાના, તાન્યા અને લૈલા છે જે પરિણીત છે અને અલગ અલગ દેશોમાં સ્થાયી થઈ છે. લૈલા માલ્યા તેમની સાવકી પુત્રી છે જે અમેરિકામાં રહે છે અને ફેશન ડિઝાઇનિંગ કરે છે. માલ્યા હવે પિંકી લાલવાની સાથે લંડનમાં રહે છે અને તેને ડોગ ખૂબ ગમે છે. તેણે પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે તેની પાસે ત્રણ-ચાર શ્વાન છે જેની સાથે તે સમય વિતાવે છે.





Read More