PHOTOS

સુંદર દેખાવા માટે કર્યો 1 કરોડથી વધુનો ખર્ચ, પછતાવો થતા યુવતીએ કરી નાખ્યો આ કાંડ!

al News: દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે, ખાસ કરીને સ્ત્રીઓ જે ઘણીવાર આ ઇચ્છા પર વધુ પડતો ભાર મૂકે છે. એક બ્રિટિશ મહિલાએ ઢી...

Advertisement
1/5

આ દુનિયામાં દરેક વ્યક્તિ સુંદર દેખાવાની ઈચ્છા રાખે છે, પરંતુ સ્ત્રીઓમાં આ ઈચ્છા વધુ પ્રબળ હોય છે. બ્રિટનની એક મહિલાએ પોતાને ઢીંગલી જેવી બનાવવા માટે એક કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા. જો કે, સમય જતાં તેને ખ્યાલ આવ્યો કે, તેણે પોતાના લુક પાછળ ઘણું બધું ગુમાવી દીધું છે. પછી તેણે પોતાનો લોક સંપૂર્ણપણે બદલવાનું નક્કી કર્યું અને હવે તે સામાન્ય દેખાય છે. અને પોતાને પહેલા કરતાં વધુ સુંદર માને છે.

2/5

યુકેના બકિંગહામશાયરની 36 વર્ષીય ટ્રેસી કિસ તેની સુંદરતાને કારણે નહીં, પરંતુ તેને છોડી દેવાના તેના નિર્ણયને કારણે ચર્ચામાં છે. કિશોરાવસ્થાથી જ તે બ્યુટી ટ્રીટમેન્ટ અને કોસ્મેટિક સર્જરીની દીવાની હતી. પરંતુ હવે તેણે લગભગ 1.25 કરોડ રૂપિયા (£120,000) ખર્ચ કરી પોતાની મોટાભાગની સર્જરીને રિવર્સ કરાવી લીધી છે અને નક્કી કર્યું છે કે તે હવે બાકીની જિંદગી બોટોક્સ અને ફિલર્સનો ઉપયોગ કરશે નહીં.

Banner Image
3/5
કઈ-કઈ સર્જરી કરાવી?
કઈ-કઈ સર્જરી કરાવી?

ટ્રેસીની સુંદરતાની સફર કોઈ પરીકથા જેવી નહોતી. છેલ્લા વીસ વર્ષોમાં તેણીએ પાંચ વખત બ્રેસ્ટ સર્જરી કરાવી, ચિન લિપોસક્શન, આઈલેશ લિફ્ટ સર્જરી, નાકની સર્જરી, બ્રાઝિલિયન બટ લિફ્ટ, લેબિયાપ્લાસ્ટી અને દાંત સીધા કરવા સહિત ઘણા બધા કોસ્મેટિક ફેરફારો કરાવ્યા. એટલું જ નહીં, તેણીએ તેના દેખાવને 'પરફેક્ટ' રાખવા માટે બોટોક્સ અને ફિલર્સ તેમજ સેમી-પર્મેનન્ટ મેકઅપ અને આઈલેશ એક્સટેન્શનનો પણ ઉપયોગ કર્યો.

4/5
શંકાની નજરે જોતી હતી મહિલાઓ
શંકાની નજરે જોતી હતી મહિલાઓ

સોશિયલ મીડિયા પર તેના 12 લાખથી વધુ ફોલોઅર્સ હતા, પરંતુ વાસ્તવિક જીવનમાં તેને ટીકા અને ટોણાનો સામનો કરવો પડ્યો હતો. ઘણી મહિલાઓ તેને શંકાની નજરે જોતી હતી, એવું માનતી હતી કે, તે તેમના પતિઓનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે. ટ્રેસીના મતે તેમના "સુપર-સાઇઝ્ડ ડોનટ બ્રેસ્ટ"ના કારણે તેણીને શાળાએ લઈ જતી વખતે અથવા બાળકો સાથે બીચ પર જતી વખતે અજીબ નજરોનો સામનો કરવો પડતો હતો.

5/5
રદ કરી દીધી તમામ સર્જરી
રદ કરી દીધી તમામ સર્જરી

ઓગસ્ટ 2023માં ટ્રેસીએ પહેલું પગલું ભર્યું. તે તુર્કી ગઈ અને £4,500 નો ખર્ચ કરીને બ્રેસ્ટ રિડક્શન સર્જરી કરાવી. તેમના સ્તનનો આકાર 32Hથી 32C થઈ ગયો. ત્યારબાદ તેણે ચહેરાના ફિલર્સ દૂર કર્યા, જેમાં ઠોડી, જડબા, નાક અને હોઠમાં ઇન્જેક્શનનો સમાવેશ થાય છે. તેમણે બોટોક્સ, વાળ અને નખની નિયમિત એપોઇન્ટમેન્ટ પણ હંમેશા માટે રદ કરાવી દીધી. "ફક્ત પાંપણ અને નખ પર અઠવાડિયામાં £60 ખર્ચવાનું સરળ છે." તેણીએ કહ્યું કે, "પરંતુ જ્યારે તમે વાળ, ટેનિંગ, બોટોક્સ અને ફિલર્સનો ખર્ચ ઉમેરો છો, ત્યારે તે મહિનામાં સેંકડો પાઉન્ડ જેટલો વધારો કરે છે." તેણીને સમજાયું કે તેણીએ પોતાને એક એવી છબીમાં ઢાળી લીધી છે જે તેની સાચી ઓળખથી ઘણી દૂર હતી. હવે ટ્રેસી મેકઅપ વિના વધુ આત્મવિશ્વાસ અનુભવે છે.





Read More