PHOTOS

ફરીદાબાદઃ મહિલાને અડધી રાત્રે પોલીસ સ્ટેશનમાં પટ્ટા વડે નિર્દયતાથી મારતા રહ્યા પોલીસ કર્મચારી, વીડિયો થયો વાયરલ

વીડિયો વાયરલ થયા પછી મહિલા આયોગના સભ્ય રેનુ ભાટિયાએ સંજ્ઞાન લેતા પોલીસ કમિશનર અને ડીજીપીને સમગ્ર ઘટનામાં તપાસ કરવાની અપીલ કરી છે
 

Advertisement
1/5
નિર્દયતાપૂર્વક મારી રહી છે પોલીસ
નિર્દયતાપૂર્વક મારી રહી છે પોલીસ

જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક મહિલા વચ્ચે ઊભી છે અને પોલીસ કર્મચારીઓ ચારે તરફથી તેને ઘેરી વળેલા છે. પછી પુછપરછ કરતા-કરતા તેને પટ્ટા વડે અત્યંત નિર્દયી રીતે મારી રહ્યા છે. અન્ય પોલીસ કર્મચારીઓ આ અત્યાચારનો આનંદ લેવાની સાથે-સાથે તેનો વીડિયો પણ ઉતારી રહ્યા છે. 

2/5
કેટલાક મહિના જૂનો છે વીડિયો
કેટલાક મહિના જૂનો છે વીડિયો

જોકે, આ વીડિયો તાજેતરનો નથી, પરંતુ કેટલાક મહીના જૂનો હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયો વલ્લભગઢના આદર્શનગર પોલીસ સ્ટેશનનો હોવાની પુષ્ટિ થઈ છે. 

Banner Image
3/5
પોલીસ કર્મચારી ઓળખાઈ ગયા
પોલીસ કર્મચારી ઓળખાઈ ગયા

જોકે, વીડિયો વાયરલ થઈ ગયા પછી તેના અંગે કાર્યવાહી કરી રેહલા એસીપીએ જણાવ્યું કે, આવો અત્યાચાર ગુજારનારા પોલીસ કર્મચારીઓ ઓળખાઈ ગયા છે. વીડિયોની તપાસ કર્યા પછી તેમની સામે કેસ નોંધીને આગળની કાર્યવાહી કરાશે.   

4/5
ACP જયવીર રાઠીએ જોયો વીડિયો
ACP જયવીર રાઠીએ જોયો વીડિયો

વલ્લભગઢના ACP જયવીર રાઠીએ સંજ્ઞાન લઈને જણાવ્યું કે, તેમણે આ વીડિયો જોયો છે, જે અત્યંત શરમજનક છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી પીડિત મહિલાની ઓળખ થઈ શખી નથી કે આ સમગ્ર ઘટના શું હતું એ પણ જાણી શકાયું નથી. 

5/5
મહિલા આયોગે કરી કાર્યવાહીની માગ
મહિલા આયોગે કરી કાર્યવાહીની માગ

જોકે, વીડિયો વાયરલ થઈ ગયા પછી મહિલા આયોગના સભ્ય રેનુ ભાડિયાએ પોલીસ કમિશનર અને ડીજીપીને આ સમગ્ર ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.   





Read More