PHOTOS

Virat Kohli Records : વિરાટ કોહલીએ બનાવ્યો અનોખો રેકોર્ડ, સચિન-રોહિત પણ નથી કરી શક્યા આવું કારનામું

Virat Kohli Unique Record: ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે સદી ફટકારીને વધુ એક રેકોર્ડ તેના નામે કરી લીધો છે. આ સિદ્ધિ મેળવનાર કોહલી પહેલો ખેલાડી બની ગયો છે. સચિન તેંડુલકર કે રોહિત શર્મા પણ આ રેકોર્ડ નોંધાવી શક્યા નથી. 

Advertisement
1/6

વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારીને ભારતને જીત અપાવી હતી. વિરાટ કોહલીએ આ મેચમાં 111 બોલમાં અણનમ 100 રનની ઈનિંગ રમી હતી. આ સદી સાથે વિરાટ કોહલીના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. 

2/6

આ સદી સાથે વિરાટ એક ખાસ ક્લબમાં સામેલ થયો છે. વિરાટ હવે 10 કે તેથી વધુ દેશોમાં ODI સદી ફટકારનાર સચિન તેંડુલકર, ક્રિસ ગેલ અને સનથ જયસૂર્યાની યાદીમાં સામેલ થઈ ગયો છે. 

Banner Image
3/6

વિરાટ અત્યાર સુધી 10 દેશોમાં ODI મેચ રમી ચૂક્યો છે. તેણે આ તમામ 10 દેશોમાં સદી ફટકારી છે. તે ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, યુએઈ, વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે અને ભારતમાં ODI મેચોમાં રમ્યો છે. આ તમામ દેશોમાં તેના નામે ઓછામાં ઓછી એક સદી છે. 

4/6

સચિન તેંડુલકરની વાત કરીએ તો તે આયર્લેન્ડ, કેન્યા, કેનેડા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર સદી ફટકારી શક્યો નથી. સનથ જયસૂર્યા ઝિમ્બાબ્વે, કેન્યા અને મોરોક્કોમાં વનડે સદી ફટકારી શક્યો નથી. તો ક્રિસ ગેલ બાંગ્લાદેશ, આયર્લેન્ડ, મલેશિયા, પાકિસ્તાન અને શ્રીલંકામાં સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો હતો. 

5/6

રોહિત શર્મા 12 દેશોમાં ODI રમ્યો હતો અને 5માં સદી ફટકારી શક્યો નથી. તે બાંગ્લાદેશ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝમાં ODI સદી ફટકારી શક્યો નથી. 

6/6

વિરાટ કોહલીનો આ રેકોર્ડ ખૂબ જ ખાસ છે કારણ કે તે વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે તે જેટલા પણ દેશમાં રમ્યો છે તેમાં સદી ફટકારી છે. સચિન તેંડુલકર અને રોહિત શર્મા જેવા દિગ્ગજ પણ આ કરી શક્યા નથી. 





Read More