PHOTOS

Virat Kohli: વિરાટે શર્ટલેસ થઈને અનુષ્કા સાથે શેર કર્યો રોમેન્ટિક Photo, મિનિટોમાં થયો વાયરલ

Virat Kohli and Anushka Sharma: ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝનો અંતિમ મુકાબલો તિરૂવનંતપુરમમાં રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી રિલેક્સ મૂડમાં જોવા મળી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની સાથે એક ફોટો શેર કર્યો છે, જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

Advertisement
1/5

વિરાટ કોહલીએ હાલમાં અનુષ્કા શર્માની સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે શર્ટલેસ થઈને અનુષ્કા શર્માની સાથે બીચ કિનારે જોવા મળી રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

2/5

વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોને શેર કરતા કેપ્શનમાં રેડ કલરની લવ ઇમોજી પણ લગાવી છે. આ કપલ બીચ કિનારે બ્રેકફાસ્ટ કરતા જોવા મળી રહ્યું છે. 

 

 

Banner Image
3/5

આ પહેલીવાર નથી જ્યારે વિરાટ કોહલીએ અનુષ્કા સાથે રોમેન્ટિક તસવીર શેર કરી હોય. ફેન્સ પણ બંનેની તસવીરને ખુબ પસંદ કરે છે. 

 

 

4/5

વિરાટ કોહલીએ વર્ષ 2023ની શરૂઆત શાનદાર અંદાજમાં કરી છે. તેણે શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ વનડેમાં 113 રન ફટકાર્યા હતા. 

 

 

5/5

સિરીઝની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા આ સમયે 2-0થી આગળ છે. આ પહેલા રમાયેલી ટી20 સિરીઝ ભારતે 2-1થી કબજે કરી હતી. 

 

 





Read More