Vish Yog: કુંડળીમાં શનિ અને ચંદ્રમાની યુતિથી વિષ યોગ બને છે. 15 જુલાઈએ આ યોગ બનશે જેનાથી કેટલાક જાતકો પ્રભાવિત થશે. આજે અમે તમને આ રાશિઓ વિશે જણાવીશું.
Vish Yog: કુંડળીમાં વિષ યોગનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે શનિ અને ચંદ્રમા યુતિ બનાવે છે એટલે કે કોઈ એક રાશિમાં સાથે આવે છે. વર્તમાનમાં શનિ ગ્રહ મીન રાશિમાં બિરાજમાન છે અને 15 જુલાઈએ રાત્રે ચંદ્ર પણ આ રાશિમાં ગોચર કરશે. શનિ-ચંદ્રમાની યુતિ બનવાથી કેટલાક જાતકોએ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડશે, સાથે કરિયર અને પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. 17 જુલાઈ સુધી આ રાશિઓએ વિશેષ સાવધાની રાખવી પડશે. જાણો તે રાશિઓ વિશે જેના પર વિષ યોગનો પ્રભાવ પડી શકે છે.
શનિ અને ચંદ્રમાનો વિષ યોગ તમારા માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. ચંદ્રમા તમારી રાશિના સ્વામી છે અને વિષ યોગને કારણે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. આ દરમિયાન તમારે ખાનપાનનું ધ્યાન રાખવું પડશે. માતા-પિતા કે પરિવારના કોઈ સભ્યનું ખરાબ સ્વાસ્થ્ય પણ તમારી ચિંતાનું કારણ બનશે. ઊંચ શિક્ષણ મેળવી રહેલા લોકોના જીવનમાં કોઈ અનઈચ્છિત ઘટના બની શકે છે. નોકરી કરનાર લોકો કામ પર ધ્યાન આપે. કારોબારની સ્થિતિને તમે યોગ્ય કરવાનો પ્રયાસ કરશો, છતાં આર્થિક નુકસાન થઈ શકે છે. ઉપાય તરીકે કર્ક રાશિના જાતકો શિવલિંગ પર જળાભિષેક કરે.
કન્યા રાશિના જાતકોના સપ્તમ ભાવમાં શનિ અને ચંદ્રમાની યુતિથી વિષ યોગનું નિર્માણ થશે. સાતમો ભાવ તમારી ભાગીદારી, લગ્ન જીવન અને સામાજિક પ્રતિષ્ઠાને પ્રભાવિત કરે છે. વિષ યોગ બનવાથી સંબંધોમાં ખટાસ આવી શકે છે. નાની-નાની વાતો વિવાદનું કારણ બની શકે છે. પાર્ટનર સાથે વિવાદ કરવાની જગ્યાએ તેની વાત શાંતિથી સાંભળો. સામાજિક સ્તર પર શબ્દોનો પ્રયોગ સમજી-વિચારીને કરો બાકી માનહાનિ થઈ શકે છે. ભાગીદારીમાં કામ કરતા લોકોએ ધ્યાન રાખવું જોઈએ. ઉપાય તરીકે તમારે જરૂરીયાતમંદોની સહાયતા કરવી જોઈએ.
વિષ યોગનું નિર્માણ તમારા ધન ભાવમાં થશે તેથી આર્થિક મુશ્કેલી આવી શકે છે. વિષ યોગ દરમિયાન તમારે ઉધાર લેતીદેતીથી બચવું જોઈએ. કોઈપણ સ્થિતિમાં બચતને વાપરો નહીં. પિતાની સાથે વાર્તાલાપ દરમિયાન તમારી મર્યાદાનો ભંગ કરવાથી બચો. ખોટી સંગતમાં પડવાથી ધનહાનિ થઈ શકે છે. બિનજરૂરી કોઈ પર વધુ વિશ્વાસ કરશો તો તે ભારે પડી શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ સાવચેત રહો. ઉપાય તરીકે તમારે શિવ ચાલીસાના પાઠ કરવા જોઈએ.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.