PHOTOS

Vivo એ ગુપચૂપ લોન્ચ કર્યો 8 હજાર રૂપિયાવાળો ટકાટક Smartphone, લોકોએ કહ્યું- ઉફ્ફ!

Vivo એ ચોરી-છૂપે એક ઓછી કિંમતવાળો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. જે દમદાર ફીચર્સની સાથે આવે છે. ફોનનું નામ Vivo Y02 છે. Vivo નો આ લેટેસ્ટ ફોન Vivo Y01 નો ઉત્તરાધિકારી છે, જેને 2022 ની શરૂઆતમાં લોન્ચ થયેલો ફોન Vivo Y02s થી સસ્તો છે. તમને જણાવી દઇએ કે આ મોડલને આ વર્ષે ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ફોનમાં 6.5 ઇંચ ડિસ્પ્લે, 8MP નો કેમેરા અને  5000mAh ની દમદાર બેટરી મળે છે. આવો જાણીએ Vivo Y02 ની કિંમત અને ફીચર્સ....

Advertisement
1/5
Vivo Y02 Price In India
Vivo Y02 Price In India

Vivo Y02 ની કિંમત IDR 1,499,000 (7,760 રૂપિયા) છે. ફોનને બે કલર (આર્કિડ બ્લૂ અને કોસ્મિક ગ્રે) માં લોન્ચ કરવામાં આવ્યો છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફોનને અન્ય એશિયન દેશોમાં પણ લોન્ચ કરવામાં આવ્યો છે. 

2/5
Vivo Y02 Specifications
Vivo Y02 Specifications

Vivo Y02 માં 6.5 ઇંચની IPS LCD ડિસ્પ્લે મળે છે. સ્ક્રીન 720 x 1600 પિક્સલનું HD+ રિઝોલ્યૂશન અને 20:9 આસ્પેક્ટ રેશિયો પ્રોડ્યૂસ કરે છે. ફોન ઓક્ટા-કોર પ્રોસેસર દ્વારા સંચાલિત છે. ફોનમાં સામેની તરફ 5MP નો સેલ્ફી કેમેરા મળે છે. ફોનની પાછળની તરફ રાઉન્ડ શેપ કેમેરા મોડ્યૂલ મળે છે. પાછળ એક કેમેરા મળે છે. તેમાં 8MP નો કેમેરા અને LED ફ્લેશ લાઇટ મળે છે. 

Banner Image
3/5
Vivo Y02 Battery
Vivo Y02 Battery

Vivo Y02 માં 2GB/3GB RAM અને 32GB સ્ટોરેજ મળે છે. પરંતુ સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડથી વધારી શકાય છે. ફોનમાં 5000mAh ની બેટરી મળે છે. જેમાં  10W ચાર્જિંગ સપોર્ટ મળે છે. 

4/5
Vivo Y02 Features
Vivo Y02 Features

Vivo Y02 Android 12 Go પર ચાલે છે. ફોનમાં ડુઅલ સિમ, 4G VoLTE, બ્લૂટૂથ 5.0, જીપીએસ અને 3.5 એમએમ ઓડિયો જેક જેવા ફિચર્સ છે. પરંતુ એક ખામી છે અને તે છે તેમાં ફિંગરપ્રિંટ સ્કેનર નથી. આ ખૂબ લાઇટ ડિવાઇસ છે, તેનું વર્જન ફક્ત 186 ગ્રામ છે. 

5/5
Vivo Y02 Chip
Vivo Y02 Chip

ગત કેટલાક દિવસોથી લીક થયેલી જાણકારીથી ખબર પડે છે કે આ Helio P22 ચિપ દ્વારા સંચાલિત છે, જે 2018 માં સામે આવી હતી. 





Read More