PHOTOS

લોકસભા ચૂંટણી 2019ના પહેલા તબક્કાનું મતદાન શરૂ, ઘણા બૂથો પર EVM ખરાબ, છત્તીસગઢમાં બ્લાસ્ટ

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 20 રાજ્યોની 91 સીટો પર મતદાન શરૂ થઇ ગયું છે. નોઇડા, મેરઠ, નાગપુરમાં મતદાન માટ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

Advertisement
1/5
હાપુડમાં મોડું શરૂ થયું મતદાન
હાપુડમાં મોડું શરૂ થયું મતદાન

મતદાન શરૂ થતાં જ ઘણી જગ્યાએ ઇવીએમ મશીન ખરાબ થવાના સમાચાર આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના હાપુડના બૂથ નંબર 206 પર ઇવીએમમાં ખરાબી થતાં ઘણા લોકો મુશ્કેલી થઇ. જાણકારી અનુસાર ઇવીએમમાં ખરાબીના લીધે લગભગ અડધો કલાક સુધી મતદાન લાઇનમાં ઉભા રહ્યા અને મશીન રિપેર થાય ત્યાં સુધી રાહ જોઇ. 

2/5
સહારનપુરમાં મોડેથી શરૂ થયું મતદાન
સહારનપુરમાં મોડેથી શરૂ થયું મતદાન

ગાજિયાબાદથી ભાજપ પ્રત્યાશી જનરલ વીકે સિંહે પણ મતદાન કર્યું છે. દેહરાદૂનમાં ઉત્તરાખંડના પૂર્વ સીએમ રમેશ પોખરિયાલ 'નિશંક'એ પણ વોટિંગ કર્યું. તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતે પણ હલ્દવાનીમાં સપરિવાર મતદાન કરવા પહોંચ્યા હતા. 

Banner Image
3/5
ગાજિયાબાદમાં વીકે સિંહે કર્યું મતદાન
ગાજિયાબાદમાં વીકે સિંહે કર્યું મતદાન

ગાજિયાબાદથી ભાજપ પ્રત્યાશી જનરલ વીકે સિંહે પણ મતદાન કર્યું છે. દેહરાદૂનમાં ઉત્તરાખંડના પૂર્વ સીએમ રમેશ પોખરિયાલ 'નિશંક'એ પણ વોટિંગ કર્યું. તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતે પણ હલ્દવાનીમાં સપરિવાર મતદાન કરવા પહોંચ્યા હતા. 

4/5
જગનમોહન રેડ્ડીએ લોકોને કરી વોટની અપીલ
જગનમોહન રેડ્ડીએ લોકોને કરી વોટની અપીલ

આંધ્ર પ્રદેશ કડાપામાં વાઇએસઆર કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડીએ પણ મતદાન કર્યું છે. ત્યારબાદ તેમણે કહ્યું કે લોકો ડર્યા વિના મતદાન કરે. 

5/5
છત્તીસગઢમાં આઇડી બ્લાસ્ટ
છત્તીસગઢમાં આઇડી બ્લાસ્ટ

છત્તીસગઢમાં નારાયણપુરમાં મતદાનને પ્રભાવિત કરવા નક્સલીઓએ આઇડી બ્લાસ્ટ કર્યો. આ ઘટના ફરસગાવ થાણા ક્ષેત્રની છે. એસપીએ તેની પુષ્ટિ કરી છે. એસીએ કહ્યું કે આ બ્લાસ્ટમાં કોઇપ્રકારની હાનિ પહોંચી નથી. (ફોટો સાભાર: ANI)





Read More