PHOTOS

ભલે ગુજરાતમાં વરસાદ નથી, પણ આ ડેમની સપાટી વધતા લોકોમાં ફફડાટ, ગત વર્ષે આવ્યું હતું પૂર

Narmada Dam: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક સામાન્ય વધતા ફરી 5 દરવાજા 1.65 મીટર સુધી ખોલાવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક 94,128 ક્યુસેક થઈ રહી છે. 

Advertisement
1/5

નર્મદા ડેમ ની જળ સપાટી આજની 137.25 મીટરે પહોંચી છે.નર્મદા ડેમ ના ગેટ દ્વારા નદી માં 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.જ્યારે પાવર હાઉસ માંથી 41,707 ક્યુસેક પાણી નદી માં છોડાઈ રહ્યું છે. 

2/5

નર્મદા નદી માં કુલ 1,01,707 ક્યુસેક ની જાવક થઈ રહી છે.વર્ષ 2017 માં નર્મદા ડેમ ના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા.વર્ષ 2018 થી 2023 સુધી નર્મદા ડેમ 17 સપ્ટેમ્બર ના રોજ પૂર્ણતઃ ભરવામાં આવતો હતો.

Banner Image
3/5

જોકે ગત વર્ષએ 2023 માં 17 સપ્ટેમ્બર ના રોજ નર્મદા નદીમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ પ્રથમ વર્ષ હશે કે દરવાજા લાગ્યા બાદ 15થી 17 સપ્ટેમ્બર દરમ્યાન નર્મદા ડેમ સંપુર્ણ તઃ ભરાયો નથી. 

4/5

આ વર્ષે હજુ પણ નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી 1.43 મીટર દૂર છે. જોકે આ વર્ષે પુર જેવી સ્થિતિ નું નિર્માણ ન થાય તે માટે સમય સુચકતા વાપરીને નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા છેલ્લા 1 મહિનાથી નર્મદા નદીમાં રોજનું સરેરાશ 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 

5/5

હાલ નર્મદા ડેમના પાવર હાઉસ પણ ચાલુ છે જેનાથી વિજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે.





Read More