Weight loss 7 KG in 21 Days: ખરાબ લાઇફસ્ટાઇલ અને ઓછી ફિઝિકલ એક્ટિવિટીને કારણે આજકાલ ઘણા લોકો વધતા વજનથી પરેશાન છે. તેવામાં બધા વજન ઘટાડવા ઈચ્છે છે પરંતુ ઘણા પ્રયાસ બાદ પણ શરીરના ફેટમાં ઘટાડો થઈ રહ્યો નથી. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો અમે તમને એક ખાસ ડાયટ પ્લાન જણાવી રહ્યાં છીએ, જેને ફોલો કરી તમે માત્ર 21 દિવસમાં 7 કિલો વજન ઘટાડી શકો છો.
વજન ઘટાડવા માટે ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ (Intermittent Fasting) ખુબ ઉપયોગી છે અને તમે તેને અપનાવી સરળતાથી વજન ઘટાડી શકો છો. પરંતુ આ માટે તમારે ભોજન પર ધ્યાન આપવું પડશે. ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગથી વજન ભલે ઘટે, પરંતુ શરીરમાં શક્તિ ઓછી ન થાય તે જરૂરી છે. તે માટે તમારે ખાસ ડાયટ લેવું પડશે.
ઈન્ટરમિન્ટેન્ટ ફાસ્ટિંગમાં 15-16 કલાકનું ફાસ્ટિંગ હોય છે. તે માટે તમારે જે ખાવાનું છે તે સવારે 10થી સાંજે છ કલાક વચ્ચે ખાવાનું છે.
સવારની શરૂઆત સવારે 10 કલાકે ફળ અને લીલા શાકભાજીથી કરો. આ સાથે તમે કંઈક લાઇટ ડાયટ લઈ શકો છો, જે સ્વીટ ન હોય અને તળેલું ન હોય. તેમાં દલિયા, ઓટ્સ અને સ્પ્રાઉટ્સ લઈ શકો છો.
બપોરે લંચ 12થી 1 વાગ્યા સુધી કરી લો અને તેમાં પ્રોટીન, ફાઇબર, આયરન, મિનરલ્સ અને વિટામિનવાળું ભોજન કરો. આ સમયે તમે થોડા ભાત, દાળ અને લીલા શાકભાજી લઈ શકો છો. આ સાથે ગ્રીક યોગર્ટ, કિનોઆ અને બીટનું સલાડ ખાય શકો છો.
સાંજના નાસ્તો 3થી 4 કલાક વચ્ચે લો. નાસ્તામાં તમે સોયા ચંક, ઉપમા, રોસ્ટેડ મખાના, રોસ્ટેડ ચણા, પોપકોર્ન અને બેક્ડ ચિપ્સ ખાય શકો છો. આ સમયે સલાડ ખાવાથી બચો અને પ્રયાસ કરો કે 3 વાગ્યા બાદ કોઈ કાચું ફૂડ ન લો.
ડિનર સાંજે 6 કલાક આસપાસ કરી લો અને તેમાં ઇડલી, જુવાર ચીલા, મિક્સ શાક, પનીર ભુર્જી, રોટલી અને સેન્ડવિચ લઈ શકો છો.
આ ડાયટ પ્લાનને ફોલો કરી તમે આસાનીથી માત્ર 21 દિવસમાં 7 કિલો વજન ઘટાડી શકો છો. પરંતુ આ સાથે તમે થોડી કસરત અને વોક કરી લો તો વધુ ફાયદો મળશે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.