PHOTOS

Weird Tradition: અજીબોગરીબ પ્રથા...અહીં દીકરી જુવાન થતા જ બાપ સાથે પરણાવી દે છે! પિતા બની જાય પતિ

Weird Tradition: દુનિયાભરમાં લગ્નને બે પરિવારના જોડાણનું પ્રતિક માનવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં વિવાહની અનેક પ્રથાઓ છે. જે સમુદાયોના વિશ્વાસ અને મૂલ્યોને દર્શાવે છે. કેટલીક પ્રથાઓ બહારના લોકોને જટિલ કે વિચિત્ર લાગે છે. પરંતુ ભારતના પાડોશી દેશની મંડી જનજાતિની એક એવી જ પરંપરાએ ઈન્ટરનેટ પર સનસની મચાવેલી છે. આ સમુદાયમાં એક અનોખી પ્રથા છે જે ઘણા સવાલો ઊભા કરે છે. 

Advertisement
1/5
મંડી જનજાતિની ચોંકાવનારી પ્રથા
મંડી જનજાતિની ચોંકાવનારી પ્રથા

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશની મંડી જનજાતિમાં એ એવી પ્રથા છે જેમાં પુરુષો પોતાની પુત્રીઓ સાથે લગ્ન કરે છે. આ પરંપરા સાંસ્કૃતિક વારસાને બચાવવા અને હાનિકારક પ્રથાઓ વચ્ચે સંતુલનને લઈને ચર્ચા છેડે છે. આ પ્રથાને અનેક લોકો કુપ્રથા માને છે, જ્યારે સમુદાય તો તેને પોતાની ઓળખનો હિસ્સો માને છે. 

2/5
પરંપરા કે કુપ્રથા?
પરંપરા કે કુપ્રથા?

મંડી જનજાતિની આ પ્રથા પર અનેક સવાલ ઉઠે છે. કેટલાક લોકો તેને સાંસ્કૃતિક વારસાનો ભાગ માને છે. જે પરિવારની સંપત્તિ અને એક્તાને જાળવી રાખે છે. પરંતુ આલોચકો તેને હાનિકારક અને મહિલાઓના અધિકારો વિરુદ્ધ માને છે. જેમ જેમ આધુનિકતા વધી રહી છે તેમ તેમ અનેક યુવાઓ આ પ્રથાથી બચવા માટે શહેરો તરફ  પલાયન કરે છે. 

Banner Image
3/5
મંડી સમુદાયની અનોખી ઓળખ
મંડી સમુદાયની અનોખી ઓળખ

મંડી જનજાતિ બાંગ્લાદેશના આંતરિયાળ વિસ્તારોમાં રહે છે. આ સમુદાયે પોતાની ભાષા, રીતિ રિવાજો અને સામાજિક સંરચના દ્વારા એક અલગ ઓળખ બનાવી છે. અહીં માતૃસત્તાત્મક વ્યવસ્થા છે જ્યાં મહિલાઓ સંપત્તિની માલિક હોય છે. પરંતુ તેમની એક પ્રથા જેમાં સાવકા પિતા પોતાની સાવકી પુત્રી સાથે લગ્ન કરે છે. આ પ્રથાએ લોકોને ચોંકાવી દીધા છે. 

4/5
સાવકા પિતા અને પુત્રીના લગ્ન
સાવકા પિતા અને પુત્રીના લગ્ન

આ પ્રથા બાયોલોજિકલ પિતા અને પુત્રીના લગ્ન વિશે નથી. તેમાં સામાન્ય રીતે સાવકા પિતા પોતાની સાવકી પુત્રી સાથે લગ્ન કરે છે. સમુદાયના લોકો તેને યોગ્ય ગણાવે છે અને કહે છે કે તે પુરુષ વિધવા અને તેની પુત્રી બંનેને આર્થિક અને સામાજિક સુરક્ષા આપે છે. આ પરંપરા સંપત્તિ અને શક્તિને પરિવારમાં જાળવી રાખવાની એક રીત છે. 

5/5
પ્રચલિત છે આ કહાની
પ્રચલિત છે આ કહાની

મંડી સમુદાયની એક છોકરીએ આ પ્રથા પર પોતાની વાત રજૂ કરી. તેણે જણાવ્યું કે જ્યારે તેના અસલ પિતાનું મોત થયું તો તેની માતાએ એક અન્ય પુરુષ સાથે લગ્ન કર્યા. તે તેને પિતા કહેતી હતી પરંતુ જ્યારે તે મોટી થઈ તો તે જ પુરુષ સાથે લગ્ન કરવા માટે તેને મજબૂર કરાઈ. આ અનુભવ તેના માટે દુખદ હતો કારણ કે તે તેના પતિને પોતે જાતે પસંદ કરવા માંગતી હતી. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)





Read More