બંગાળમાં કેમ લોકો આ પૂતળા વિશે ચર્ચા કરી રહ્યા છે? તો તેની પાછળ એક ખાસ કારણ છે. આ પૂતળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. વધુ વિગતો માટે વાંચો તસવીરો સાથેનો અહેવાલ.
મીઠાઈનું નામ સાંભળતા જ ખાવાનું મન થઈ છે. બજારમાં અવનવા કલર અને અવનવી ડિઝાઈનની મીઠાઈ મળે છે. હાલ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનો અનોખો નજારો હાવડાની એક મીઠાઈની દુકાન પર જોવા મળ્યો. આ દુકાનમાં ચૂંટણીમાં ઊભા રહેલા ત્રણ પ્રમુખ દળના નેતાના પૂતળા મીઠાઈમાંથી બનાવવામાં આવ્યા છે.
નરેન્દ્ર મોદી, મમતા બેનર્જી સહિત અન્ય નેતાઓના પૂતળા બનાવવામાં આવ્યા. આ મીઠાઈ બનાવવામાં હલવાઈએ તેની ક્રિએટિવિટીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. નેતાના કપડાં, તેમની બેસવાની રીત અને હેરસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખીને બનાવ્યા છે.
આ વખતે ચૂંટણીમાં મમતા બેનર્જીને પગમાં ઈજા થવાને લીધે તેઓ વ્હીલ ચેર પર બેસીને પ્રચાર કરી રહ્યા છે. ત્યારે મીઠાઈમાં પણ મમતા બેનર્જીને વ્હીલ ચેર પર બેસાડ્યા છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હાફ કુર્તો પહેરાવ્યો છે.
દુકાનનાં માલિકે જણાવ્યું, આ મીઠાઈના પૂતળાને 6 મહિના સુધી કઈ નહીં થાય. તેના આકારમાં પણ કોઈ ફેરફાર નહીં આવે. હાલ સોશિયલ મીડિયામાં આ અનોખા મીઠાઈના પૂતળા ખૂબ વાયરલ થઈ રહ્યા છે. લોકોને આ હલવાઈની ક્રિએટિવિટી ખૂબ પસંદ આવી રહી છે.