Healthy Morning Drink: મેટાબોલિઝમ સારું હોય તે ખૂબ જરૂરી છે. મેટાબોલિઝમ એ પ્રોસેસ છે જે ખાધેલા ખોરાકને એનર્જીમાં કંવર્ટ કરે છે. જો મેટાબોલિઝમ બરાબર કામ ન કરે તો બીમારીનું જોખમ વધે છે, શરીરમાં ફેટ વધે છે. મેટાબોલિઝમ બુસ્ટ કરવું હોય તો દિવસની શરુઆત આ 5 માંથી કોઈ 1 ડ્રિંક પીને કરી શકો છો.
મેટાબોલિઝમ બુસ્ટ કરવા માટે સવારે ગ્રીન ટી પી શકાય છે. ગ્રીન ટી એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. જે એનર્જી બુસ્ટ કરે છે. દિવસમાં 2 થી 3 કપ ગ્રીન ટી પી શકાય છે તેનાથી પાચન ક્ષમતા સુધરે છે.
સવારે જાગીને હુંફાળા પાણીમાં લીંબુ ઉમેરી પીવાથી પણ મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. તેનાથી પાચનની સમસ્યા મટે છે, બોડી હાઈડ્રેટ રહે છે અને ડાયજેશન સુધરે છે.
મેટાબોલિઝમ બુસ્ટ થાય તે માટે સવારે તજની ચા પણ પી શકાય છે. તજની ચા ઓવરઓલ હેલ્થ સુધારે છે. તજમાં થર્મોજેનિક પ્રોપર્ટી હોય છે જે કેલેરી ઝડપથી બાળે છે.
પાચન ક્ષમતા સુધારવામાં અજમા મદદ કરે છે. અજમાના દાણામાં એવા ઘણા તત્વો હોય છે જે મેટાબોલિઝમ બુસ્ટ કરવામાં મદદ કરે છે. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી અજમા રાત્રે પલાળી દેવા અને સવારે પાણીને ગરમ કરી પી લેવું.
મેટાબોલિઝમ બુસ્ટ કરવા માટે ફુદીનાની ચા પણ પી શકાય છે. સવારે ફુદીનાની ચા પીવાથી પેટ સાફ રહે છે. પાચન સુધરે છે અને મેટાબોલિક ફંકશન સુધરે છે.