PHOTOS

આગામી 3 મહિનામાં ગુજરાતનું કેવું રહેશે હવામાન? જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

el Weather Forecast: ગુજરાતમાં ભૂકંપની સચોટ આગાહી કરનાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી કરી દેવામાં આવી છે. હાલ ઠંડી...

Advertisement
1/9

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે માર્ચ મહિનામા ગરમીમા વધઘટ જોવા મળશે. વેસ્ટ્રન ડિસ્ટ્રબન્સના કારણે વાતાવરણમા ફેરફાર જોવા મળશે. 5 માર્ચથી ગરમીમા વધારો થશે. ઉ ગુજરાત અને દ ગુજરાતમા ભાગોમા ગરમીનો પારો ઉંચકાશે. 13 માર્ચ પછી ગરમીમા ઘટાડો જોવા મળશે. માર્ચ એપ્રિલમા ગરમીમા વધ ઘટ જોવા મળશે. 

2/9

સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષા અને કરા પડવાની શક્યતા જોવામાં આવી રહી છે. જેના કારણે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો , કચ્છના ભાગો સહિત અન્ય પૂર્વીય ગુજરાતના ભાગમાં સવારના સમયે સહેજ ઠંડી આવી શકે છે. માર્ચ માસમાં ઉપરા ઉપરી વેસ્ટન ડિસ્ટબન આવતા હવામાનમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે.

Banner Image
3/9
માર્ચ મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવ્યા કરશે
માર્ચ મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવ્યા કરશે

ગુજરાતમાં 7 માર્ચથી મહત્વ તાપમાન વધવાની શકયતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્વ તાપમાન 41થી 42 ડિગ્રી થઈ શકે છે. આ ઉપરાંત જૂનાગઢ નું મહ્ત્વમ તાપમાન 39 ડીગ્રી થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. પૂર્વ ગુજરાતમાં ગરમીનો પારો વધી શકે છે. કચ્છના ભાગોમાં 40 ડિગ્રી સુધી પારો જોવા મળશે. પંચમહાલમાં ગરમીનો પારો વધશે. હવે રાજ્યમાં ધીમા પગલે ઉનાળાની શરૂઆત થશે. માર્ચ મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવ્યા કરશે. 

4/9
માર્ચ એપ્રિલ માસમાં વેસ્ટર્ન ડિસ્ટબન આવતા રહેશે
માર્ચ એપ્રિલ માસમાં વેસ્ટર્ન ડિસ્ટબન આવતા રહેશે

આ વખતે માર્ચ એપ્રિલ માસમાં વેસ્ટર્ન ડિસ્ટબન આવતા રહેશે. 4 માર્ચથી દિવસના ભાગમાં ગરમીનો અહેસાસ થશે. 7 માર્ચ સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમા મહત્તમ  તાપમાન 36 ડિ.ગ્રીની આસપાસ રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ  તાપમાન 32 ડીગ્રી આસપાસ રહેશે. ઉત્તર-સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ  તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેશે. જૂનાગઢ ભાગોમાં પણ 36 ડિગ્રી મહત્તમ  તાપમાન રહેશે. વલસાડના ભાગોમાં મહત્તમ  તાપમાન 36 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેલી છે. 

5/9
7 માર્ચ બાદ ઉત્તર ગુજરાતમાં 38-39 ડિગ્રી તાપમાન
7 માર્ચ બાદ ઉત્તર ગુજરાતમાં 38-39 ડિગ્રી તાપમાન

માર્ચ અને એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. ઉત્તર ગુજરાતમાં 39 ડિગ્રીએ તો મધ્ય ગુજરાતમાં 41 ડિગ્રીએ તાપમાન પહોંચશે. તો હવામાન વિભાગે હાલ આ અઠવાડિયે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાતમાં અસરની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરતા કહ્યુ કે, બુધ અને શુક્ર મીન રાશિમાં હોવાથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે. જેના કારણે 7 માર્ચ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાન ઘટશે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. પરંતું 7 માર્ચ બાદ ગરમીમાં વધારો થશે. 7 માર્ચ બાદ ઉત્તર ગુજરાતમાં 38-39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 40-41 ડિગ્રી સુધી પહોંચી જઈ શકે છે. પરંતું આ બાદ ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવવાનો છે. 

6/9
26 એપ્રિલ બાદ મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર જશે
26 એપ્રિલ બાદ મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર જશે

અંબાલાલ પટેલે તારીખ સાથે આગાહી કરતા કહ્યું કે, 8 -12 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષોભ થતા ગુજરાતમાં વાદળવાયુ આવતા ગરમી વધશે. માર્ચ મહિનામાં વારંવાર પશ્ચિમી વિક્ષોભ આવતા ગરમીમાં વધઘટ યથાવત રહેશે. આગળ જણાવ્યું કે, 29 માર્ચે સૂર્ય, ચંદ્ર અને શનિનો યોગ થતા આકરી ગરમી પાડતા મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની પણ શક્યતા દેખાય છે. 26 એપ્રિલ બાદ મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર જવાની આગાહી છે.

7/9
આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટબન્સ નબળા
આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટબન્સ નબળા

હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટબન્સ નબળા આવ્યા છે. સૂર્યના કિરણો સીધા જમીન પર પડવાથી માર્ચ માસમાં ગરમી વધુ પડવાની શક્યતા છે. 7 માર્ચ પહેલા ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન કંઈક અંશે ઘટેલું રહેશે. 7 માર્ચ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થવાની રહેશે શક્યતા રહેશે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી 46 આસપાસ રહેવાની શક્યતા રહેશે.

8/9
આ રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ
આ રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપ ઉત્તરી પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપમાં સક્રિય છે. એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તરપૂર્વ આસામ અને આસપાસના વિસ્તારોમાં છે. 9 માર્ચની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરી શકે છે. આ બંને હવામાન પરિસ્થિતિઓની અસરને કારણે, 10 અને 11 માર્ચે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં છૂટાછવાયા વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.  

9/9
બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શકયતાઓ
બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શકયતાઓ

4 થી 10 માર્ચમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેથી મહત્તમ તાપમાન વધ-ઘટ રહેશે. 23 માર્ચથી ગરમી વધશે. આ વખતે માર્ચ માસથી રાજ્યના કેટલાક ભાગોમાં લૂ લાગવાની શકયતાઓ રહેશે. 26 એપ્રિલથી આકરી ગરમી પડશે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી કેટલાક રાજ્યોમાં જોવા મળશે. બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શકયતાઓ જોવા મળી રહી છે. રાજ્યમાં 10 મેથી આકરી ગરમી પડશે. 10 મે થી આંધી-વંટોળ વધે અને અરબ દેશ તરફથી આંધી આવી શકે છે.





Read More