PHOTOS

તમારો ચહેરો જોઇને ખુલશે WhatsApp ની ચેટ, હવે ટેન્શન વિના ગમે તેને આપી દો ફોન

વોટ્સએપ (WhatsApp) એ એકવાર ફરી પોતાના કરોડો યૂઝર્સને સરપ્રાઇઝ કરી દીધા છે. કંપનીએ એક એવા ફીચર પર કામ કર્યું છે જેની આજે દરેક વ્યક્તિને જરૂર છે. આ ફીચર તમારી પ્રાઇવેસી સાથે જોડાયેલું છે જેનો હેતું તમારી પર્સનલ વોટ્સએપ ચેટિંગને ફેસ લોક (Face Lock) ની મદદથી સિક્યોર કરવી પડશે. એટલે કે વોટ્સએપ (WhatsApp) ચેટ ફક્ત તમારા ચહેરાથી જ ખુલશે. આવો વિસ્તારપૂર્વક જાણીએ તેના વિશે....

Advertisement
1/6
જ્યારે તમારી પ્રાઇવેસીને હોય છે ખતરો
જ્યારે તમારી પ્રાઇવેસીને હોય છે ખતરો

ઘણીવાર એવી સ્થિતિ આવી જાય છે જ્યારે આપણે આપણો સ્માર્ટફોન કોઇ મિત્ર અથવા પરિવારના સભ્યને આપવો પડે છે. પછી ભલે તે કોલ કરવા માટે આપવો પડે, અથવા ફોટો ક્લિક કરવા માટે. પરંતુ ટેન્શન ત્યારે વધી જાય છે જ્યારે સામેવાળા તમારી પર્સનલ વોટ્સએપ ચેટ ખોલીને વાંચવા લાગે છે.  

2/6
કોઇ નહી વાંચી શકે તમારી વોટ્સએપ ચેટ
કોઇ નહી વાંચી શકે તમારી વોટ્સએપ ચેટ

જો તમારી સાથે પણ મોટાભાગે આવું થતું રહે છે તો વોટ્સએપ (WhatsApp) ની આ ટ્રિક તમારા ખૂબ કામ લાગશે. આ ટ્રિકને અજમાવ્યા બાદ તમે ટેંશન ફ્રી થઇને કોઇને પણ પોતાનો ફોન આપી શકો છો. પછી ચાહીને પણ કોઇ તમારી વોટ્સએપ (WhatsApp) ચેટ વાંચી શકશે નહી અને હારી થાકીને તમારો ફોન પરત કરી દેશે. 

Banner Image
3/6
iPhone યૂઝર્સને મળશે ફાયદો
iPhone યૂઝર્સને મળશે ફાયદો

વોટ્સએપ (WhatsApp) ની આટ્રિકનો ફાયદો ફક્ત આઇફોન (iPhone) યૂઝર્સ જ ઉઠાવી શકશે. જોકે વોટ્સએપના આઇઓએસ 9 અને ત્યારબાદના તમામ વર્જન એક એડિશનલ સિક્યોરિટી ફીચર સાથે આવે છે. જે વોટ્સએપ (WhatsApp) અનલોક માટે ટચ આઇડી અથવા ફેસ આડીને ઇનેબલ કરવાની પરવાનગી આપે છે. પરંતુ જો તમે ત્યારે પણ આ ફીચરને એક્સેસ કરતા નથી તો ચાલે અમે તમને તેના વિશે જણાવીએ. 

4/6
વોટ્સએપ લોક હશે તો પણ થશે આ કામ
વોટ્સએપ લોક હશે તો પણ થશે આ કામ

સૌથી ખાસ વાત એ છે કે ફેસ આઇડી અથવા ટચ આઇડી ઓન થયા બાદ, તમે નોટિફિકેશનથી મેસેજનો જવાબ આપી શકો છો, અને વોટ્સએપ લોક હોવાછતાં કોલ રિસિવ પણ કરી શકો છો. ચાલો જાણીએ આઇફોન માટે વોટ્સએપ (WhatsApp) માં આઇડી અથવા ફેસ આઇડીને કેવી રીતે ઇનેબલ કરવામાં આવે છે. 

5/6
Touch ID અથવા Face ID કેવી રીતે ઇનેબલ કરશો
Touch ID અથવા Face ID કેવી રીતે ઇનેબલ કરશો

સૌથી પહેલાં 'વોટ્સએપ સેટિંગ' પર જાવ. પછી 'એકાઉન્ટ પર ટેપ કરો. અહીં તમને 'પ્રાઇવેસી' નું ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો અને 'સ્ક્રીન લોક' પર ટેપ કરો. હવે 'ટચ આઇડી અથવા ફેસ આઇડી' જેની પણ જરૂર હોય તેને ઓન કરો. પછી ટચ આઇડી અથવા ફેસ આઇડી પૂછવામાં આવશે.  

6/6
Touch ID અથવા Face ID ને ડિસેબલ
Touch ID અથવા Face ID ને ડિસેબલ

સૌથી પહેલાં તમારા 'વોટ્સએપ સેટિંગ્સ' માં જવું પડશે. પછી, 'એકાઉન્ટ' પર ટેપ કરો. ત્યારબાદ 'પ્રાઇવેસી'નું ઓપ્શન સિલેક્ટ કરો અને 'સ્ક્રીન લોક' પર ટેપ કરો. છેલ્લે 'ટચ આઇડી અથવા ફેસ આઇડી' જેને પણ ઓફ કરવા માંગો છો તેને બંધ કરો. ધ્યાન આપજો કે જો તમારા ફોનમાં ટચ અથવા ફેસ આઇડી નથી, અથવા ખરાબ છે, તો તમે તમારા આઇફોન પાસકોડને પણ નાખી શકો છો.  





Read More