PHOTOS

શું તમારા WhatsApp પર પણ આવ્યો છે આ મેસેજ? ખોલશો તો ખાલી થઇ જશે બેંક એકાઉન્ટ

નવી દિલ્હી: મેસેજિંગ એપ WhatsApp હાલ દરેક વ્યક્તિના જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. સંબંધીઓથી માંડીને ઓફિસના તમામ કામ હવે WhatsApp પર જ થઇ રહ્યા છે. પરંતુ આ દરમિયાન એક જરૂરી જાણકારી છે જે તમારા માટે એકદમ ખાસ છે. WhatsApp પર એક લિંક શેર કરવામાં આવી રહી છે. જોવામાં એકદમ આકર્ષક લાગે છે. પરંતુ તેને ક્લિક કરતાં જ તમારું બેંક એકાઉન્ટ ખાલી થઇ શકે છે.

Advertisement
1/4
અમેઝન સર્વેનો મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે
અમેઝન સર્વેનો મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે

gadgetsnow ના અનુસાર હાલમાં ભારતમાં WhatsApp યૂઝર્સને એક ખાસ મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. આ મેસેજ Amazon 30th Celebration નો છે. આ મેસેજમાં Congratualstions લખેલો છે. અમેઝોનના લોકોની સાથે મોકલેજ મેસેજમાં બતાવવામાં આવ્યું છે કે ફક્ત થોડી મિનિટોના એક સર્વેમાં ભાગ લઇને તમે Huawei Mate 40 Pro 5G સ્માર્ટફોન મેળવી શકો છો.

2/4
શું છે તેનો ખતરો
શું છે તેનો ખતરો

અમેઝોનના નામથી મોકલવામાં આવી રહેલા WhatsApp મેસેજ સાથે એક URL લિંક પણ છે. તેને ક્લિક કરતાં જ તમારા મોબાઇલમાં એક સર્વે પેજ ખુલે છે. સર્વેમાં કેટલીક જાણકારીઓ માંગી છે. ગિફ્ટ આપવા માટે આ સર્વેને ભરવા માટે કહેવામાં આવી રહ્યું છે.   

Banner Image
3/4
ભૂલથી પણ ન ખોલો આ લિંક
ભૂલથી પણ ન ખોલો આ લિંક

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ લિંકને ન ખોલો. કારણ કે આ સર્વેમાં પૂછવામાં આવેલા પ્રશ્ન તમારી અંગત જાણકારી સાથે જોડાયેલા છે. તે પહેલાં મહત્વપૂર્ણ ડેટા લીક થવાનો ખતરો છે.

4/4
ખાલી થઇ શકે છે તમારું બેંક એકાઉન્ટ
ખાલી થઇ શકે છે તમારું બેંક એકાઉન્ટ

જાણકારોનું કહેવું છે કે આ સર્વેથી જાણકારી એકઠી કરીને ઓનલાઇન હેકર્સ તમારા બેંક એકાઉન્ટમાં સેંધ લગાવી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સર્વેની જાણકારીના આધારે તમારા બેંક એકાઉન્ટના પૈસા નિકાળવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર કોઇપણ મોટી કંપની એક સર્વે માટે મોંઘો મોબાઇલ આપતી નથી. આ મેસેજ સંપૂર્ણપણે ફેક છે.   





Read More