Arvind Trivedi Slapped Hema Malini: અરવિંદ ત્રિવેદી જેવી રાવણની ભૂમિકા આજ દીન સુધી બીજો કોઈ એક્ટર નિભાવી શક્યો નથી. અરવિંદ વિશે એક ખાસ વાત એ હતી કે તેમને ક્યારેય કોઈ સંવાદો યાદ રાખવા પડ્યા નથી.
રામાનંદ સાગરની 'રામાયણ'નો પોતાનો એક અલગ જ ક્રેઝ રહ્યો છે. આજે પણ 'રામાયણ'ના બધા જ પાત્રોને દર્શકો ખૂબ જ પ્રેમ કરે છે, પછી ભલે તે રામ, સીતા અને લક્ષ્મણ હોય કે રાવણ. તમને કદાચ ખબર નહીં હોય કે શોમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીને દર્શકો ખૂબ જ પસંદ કરતા હતા.
અરવિંદ ત્રિવેદી જેવી રાવણની ભૂમિકા આજ દીન સુધી બીજો કોઈ એક્ટર નિભાવી શક્યો નથી. અરવિંદ વિશે એક ખાસ વાત એ હતી કે તેમને ક્યારેય કોઈ સંવાદો યાદ રાખવા પડ્યા ન હતા. તેમની બોલવાની અને ચાલવાનો અંદાજ પોતાનામાં જ ખૂબ જ ખાસ હતો.
પ્રેમ સાગરે અરવિંદ ત્રિવેદીને પહેલા ફિલ્મ 'હમ તેરે આશિક હૈ'માં કાસ્ટ કર્યો અને પછી ટીવી શો 'વિક્રમ ઔર બેતાલ' માં કાસ્ટ કર્યો હતો. શું તમે જાણો છો કે, ફિલ્મ 'હમ તેરે આશિક હૈ' માં અરવિંદે એક કે બે વાર નહીં પરંતુ 20 વાર એક અભિનેત્રીને થપ્પડ મારી હતી. ચાલો જાણીએ કે તે અભિનેત્રી કોણ છે અને અભિનેતાએ તેને શા માટે થપ્પડ મારી હતી?
આ વાત ફિલ્મ 'હમ તેરે આશિક હૈ' ના શૂટિંગ સાથે સંબંધિત છે. આ ફિલ્મમાં અરવિંદનો રોલ ઘણો નાનો હતો. ફિલ્મમાં મેન લીડ તરીકે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની અને અભિનેતા જીતેન્દ્ર લીડ રોડમાં હતા.
આ ફિલ્મમાં અરવિંદ એક નવો કલાકાર હતો. જ્યારે હેમા માલિની ત્યાં સુધી સુપરસ્ટાર બની ગઈ હતી. આવી સ્થિતિમાં અરવિંદ તેને જોઈને ગભરાય જતો હતો.
ફિલ્મના એક સીનમાં અરવિંદને હેમા માલિનીને થપ્પડ મારવાની હતી, પરંતુ ગભરાટમાં સીનને યોગ્ય રીત કરી શક્યો નહીં. આવી સ્થિતિમાં આ થપ્પડ મારવાના સીન માટે અરવિંદને 20 ટેક લેવા પડ્યા હતા.
હમ તેરે આશિક હૈ ફિલ્મને IMDB પર 10 માંથી 6.3 રેટિંગ મળ્યું છે. હેમા માલિની અને જીતેન્દ્ર ઉપરાંત અમજદ ખાન અને ઓમ શિવપુરી જેવા કલાકારોએ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી.