Gujarat Rain Forecast : ગુજરાતમાં અચાનક મોન્સુન બ્રેક આવી ગયું છે. ત્યારે બંગાળની ખાડીનો મિજાજ બદલાતા ગુજરાતમાં વરસાદનો મિજાજ પણ બદલાયો છે. 15 ઓગસ્ટ આસપાસ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાં પડે પરંતુ સૂર્ય મઘા નક્ષત્રમાં આવતા 17 ઓગસ્ટથી નક્ષત્ર અનુવાદ દેડકો છે. એટલે ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 18 થી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે. મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાક અને લોકો ભૂગર્ભમાં પણ સંગ્રહ કરતા હતા.
જુલાઈમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. પરંતુ ઓગસ્ટમાં હળવા વરસાદની જ આગાહી કરવામાં આવી છે. જો કે, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી સંભાવનાઓ છે. પેસિફિક મહાસાગરમાં ટોપિકલસ્ટ્રોમ બનવાની શક્યતાઓ રહેશે. જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે બંગાળના ઉપસાગર વધુ સક્રિય થશે.
ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે અને છેલ્લા સપ્તાહમાં પુર કાઢે તેવો વરસાદ આવશે. ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદ પડવાની શક્યતાઓ રહેશે.15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે.14 સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહી શકે છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં હવામાન વિભાગ દ્વારા સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ક્યાંય ભારે વરસાદ નોંધાયો નથી. મેઘરાજાએ મહિનામાં વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. જો કે, આ સીઝનનો સરેરાશ વરસાદ ગત વર્ષની સરખામણીમાં વધારે થયો છે.
ગુજરાતના હવામાન અંગે આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે ચારથી છ ઓગસ્ટ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં પવનની ગતિ તેજ રહેવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આગામી 24 કલાક માટે હવામાન વિભાગે કેટલાક જિલ્લઓને યેલો એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ માટે યેલો અલર્ટ જાહેર કરાયું છે.
અપરએર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમા યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે. અત્યાર સુધી રાજ્યમાં 19 ટકા વધુ વરસાદ રહ્યો. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. શ્રાવણ મહિનાના બીજા સોમવારે ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સક્રિય થયેલા અપર એર સરક્યુલેશનને કારણે આગામી 24 કલાક માટે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી પ્રમાણે, ઓગસ્ટના મધ્યભાગમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ત્યારે આજે આપણે ઓગસ્ટ મહિનામાં ક્યારથી ભારે વરસાદની આગાહી છે તે અંગેની અંબાલાલ પટેલની આગાહી જોઈએ.
હવામાન વિભાગ પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે. આ ઉપરાંત ભરૂચ, સુરત, ખેડા, આણંદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, તાપી, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સાથે સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, નવસારી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.