PHOTOS

ગુજરાતમાં ચોમાસું ક્યારે થશે સક્રિય? આ જિલ્લામાં ભારે વરસાદ સાથે મોન્સુન કરશે એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી

arat Monsoon 2025: વહેલુ પહોંચેલું ચોમાસું થોડું મોડું પડયું છે ત્યારે રાજ્યમાં ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છ...

Advertisement
1/7

હવામાન વિભાગના આંકડા મુજબ હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ચારથી પાંચ દિવસ ગરમી 42 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. પશ્ચિમ દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. બીજી તરફ તાપમાનનો પારો પણ ઊંચકાઈ રહ્યો છે. જેના કારણે ગરમી અને અસહ્ય બફારાથી લોકો બેહાલ બન્યા છે.

2/7

ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ આગામી થોડા દિવસોમાં વરસાદ પડી શકે છે. હાલમાં રાજ્યમાં વરસાદની કોઈ આગાહી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9 થી 12 જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહી શકે છે. આ સાથે થોડા દિવસોમાં ચોમાસુ પણ આવી શકે છે.

Banner Image
3/7

અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થાય છે. તેથી 11 જૂનથી ચોમાસું સક્રિય થશે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં ઝડપથી ચોમાસુ આગળ વધી રહ્યું છે. દક્ષિણ ભારતમાંથી હવે ઉત્તર ભારતમાં ચોમાસું એન્ટ્રી મારશે. 12થી 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. એટલું જ નહીં 22 જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના ભાગોને ચોમાસું આવરી લેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. 

4/7

રાજ્યમાં 15 જૂન પછી વરસાદની સિસ્ટમ આગળ વધી શકે છે. કારણ કે 12 જૂને આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કાંઠે એક સિસ્ટમ ડેવલપ થવાથી બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાશે. આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચતાં મુંબઈ પાસે અટકેલું ચોમાસું ફરી સક્રિય થઈ 15 જૂનની આસપાસ આગળ વધશે, જેની અસરોથી 16, 17 જૂનની આસપાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો સુધી ચોમાસું બેસી શકે છે. 

5/7

17 જૂનની આસપાસ વધુ એક અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ચોમાસું એક્ટિવ થઈ શકે છે અને 22 જૂન સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે. ત્યાર બાદ 30 જુન સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે. 

6/7

આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. 9થી 12 જૂન સુધી દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાતમાં ગરમી પડવા માટે ઉત્તર તરફથી ગરમ પવનોને કારણે તાપમાન વધી રહ્યું છે. ગુજરાતમાં 12થી 18 જૂન દરમિયાન ચોમાસું આવવાની સંભાવના છે.

7/7

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 10થી 12 જૂન વચ્ચે ગુજરાતમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, ડાંગ, વલસાદ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 13 જૂને રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. આ તારીખે ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટાઉદેપુર, દાહોદ, નવસારી, ડાંગ, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  





Read More