Naga Sadhu Life: નાગા સાધુઓ કુંભ મેળા અને માઘ મેળા જેવા ખાસ પ્રસંગોએ જ જોવા મળે છે. નાગા સાધુ બનવાથી લઈને આ સાધુઓનું જીવન અને તેમની રહેવાની રીત પણ ઘણી રહસ્યમય છે. એટલા માટે જ સાધુ-સંતોના આ સમુદાય વિશે જાણવા માટે લોકો ઉત્સુક હોય છે.
કુંભ જેવા ખાસ પ્રસંગે જોવા મળતા નાગા સાધુઓ કુંભ પછી અચાનક ક્યાં ગાયબ થઈ જાય છે તે પણ વિચારવા જેવી બાબત છે. કારણ કે નાગા સાધુઓ પવિત્ર નદીઓ કે તીર્થસ્થળો સિવાય ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે.
સામાન્ય લોકો ભાગ્યે જ નાગા સાધુઓ ક્યાં રહે છે, તેઓ શું ખાય છે અથવા તેઓ કેવી રીતે જીવન નિર્વાહ કરે છે તે વિશે ભાગ્યે જ કંઈ જાણતા હોય છે. જોકે આ નાગા સાધુઓની દુનિયા એકદમ છુપી અને રહસ્યમય છે.
આખા શરીર પર ભસ્મ લપેટી મોટી મોટી જટાઓ રાખી ઇશ્વર ભક્તિમાં જ મસ્ત રહેનાર નાગા બાબા સામાન્ય રીતે પહાડો, જંગલો, ગુફાઓ અથવા પ્રાચીન મંદિરોમાં જ રહે છે. તેમના ઠેકાણા એવી જગ્યાઓ પર હોય છે જ્યાં ઓછામાં ઓછા લોકો જાય છે. નિવસ્ત્ર રહેનાર આ નાગા બાબ મોટાભાગનો સમય તપસ્યામાં લીન રહે છે.
તેઓ માત્ર ભીક્ષા માંગીને અથવા જંગલો અને પર્વતોમાં મળતા કંદ વગેરે ખાઈને પોતાનું પેટ ભરે છે. તેઓ લાંબા સમય સુધી ભૂખ્યા અને તરસ્યા રહી શકે છે. તેમને દુનિયાની સામે આવવું ગમતું નથી. તેથી, તેઓ જંગલના માર્ગો પર પગપાળા મુસાફરી કરે છે અને સામાન્ય રીતે દિવસના બદલે રાત્રે મુસાફરી કરે છે.
નાગા સાધુઓ કોઈપણ પ્રકારની આરામદાયક વસ્તુઓનો ઉપયોગ કરતા નથી. તેઓ જમીન પર સૂઈ જાય છે અને કડક નિયમોનું પાલન કરે છે. પોતાનો મોટાભાગનો સમય ભગવાનની ભક્તિમાં વિતાવે છે. એવું પણ કહેવાય છે કે તેની પાસે એટલું રહસ્યમય જ્ઞાન અથવા શક્તિ છે કે તે તેના સાથીઓ દ્વારા મોકલવામાં આવેલા સંદેશાને સ્વીકારી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત હોય છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)