PHOTOS

Monsoon Trip: ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે ગુજરાતની આ 5 જગ્યા, સોળેકળાએ ખીલેલી પ્રકૃતિનો નજારો ક્યારેય ભુલાશે નહીં

Places to Visit in Gujarat During Monsoon: ચોમાસામાં તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો તો ગુજરાતની આ 5 જગ્યાઓ પરફેક્ટ ડેસ્ટિનેશન સાબિત થઈ શકે છે. ચોમાસમાં ગુજરાતની આ 5 જગ્યાએ તમને પ્રકૃતિના એવા નજારા જોવા મળશે જેનો અનુભવ જીવનભર ભુલાશે નહીં.
 

Advertisement
1/6
સાપુતારા
સાપુતારા

ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા ચોમાસામાં હરિયાળીથી છલકાય છે. ખળખળ વહેતા ઝરણા, ચારેતરફ છવાયેલી લીલોતરી સ્વર્ગનો અનુભવ કરાવશે. નેચર લવર હોય તેમના માટે સાપુતારા બેસ્ટ જગ્યા છે. આ હિલ સ્ટેશન સૂરતથી 157 કિલોમીટર દુર છે.   

2/6
વિલ્સન હિલ્સ
વિલ્સન હિલ્સ

સમુદ્રની સપાટીથી 2500 ફુટની ઊંચાઈએ આવેલું વિલ્સન હિલ્સ ચોમાસામાં ફરવા માટે શાનદાર જગ્યા છે. અહીં પંગરવાડી વન્યજીવ અભયારણ્ય નજીક તમને અદ્ભુત નજારો જોવા મળશે. ચોમાસામાં અહીંનું વાતાવરણ અત્યંત મનમોહક થઈ જાય છે. આ જગ્યા સુરતથી 130 કિમી દુર છે.   

Banner Image
3/6
પોલો ફોરેસ્ટ
પોલો ફોરેસ્ટ

અમદાવાદથી 160 કિમી દુર છે પોલો ફોરેસ્ટ. વરસાદ પછી પોલો ફોરેસ્ટ હરિયાળીથી છવાઈ જાય છે. 400 વર્ગ કિમીમાં ફેલાયેલો આ વિસ્તાર અદ્ભુત છે. અહીં રાત્રે કેંપ કરી રોકાઈ શકાય છે.   

4/6
થોળ લેક
થોળ લેક

ચોમાસામાં ફરવા માટે થોલ લેક પણ બેસ્ટ ઓપ્શન છે. અહીં તમને પ્રકૃતિના ખોળે શાંતિનો અનુભવ થશે. અહીં તળાવમાં તમને અનેક પક્ષીઓ જોવા મળશે. અમદાવાદની નજીક ફરવાની આ બેસ્ટ જગ્યા છે.   

5/6
દાંડી બીચ 
દાંડી બીચ 

સુરત જિલ્લામાં આવેલું દાંડી બીચ સુંદર અને ઐતિહાસિક જગ્યા છે. અહીં પરિવાર અને મિત્રો સાથે આવી તમે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકો છો. સમુદ્ર કિનારે તમને મનમોહક સનસેટ વ્યુ જોવા મળશે.  

6/6




Read More