PHOTOS

GK: ભારતનું એક માત્ર રાજ્ય...જ્યાં એક પણ કૂતરો જોવા નહીં મળે, સાપ પણ નહીં! 99% લોકોને નામ નથી ખબર

શું તમે જાણો છે કે ભારતમાં એક એવું રાજ્ય છે જ્યાં ન તો તમને કૂતરા જોવા મળશે કે ન તો સાપ? જ્યારે એના પાડોશી રાજ્યમાં સૌથી વધુ સાપ મળી આવે છે. ઉપરથી આ જે રાજ્ય છે તે સુંદરતામાં માલદીવને પણ ટક્કર મારે એવું છે. અહીં 600થી વધુ પ્રકારની માછલીઓ મળી આવે છે. 

Advertisement
1/6

ભારતનું એક અનોખુ રાજ્ય છે જ્યાં એક પણ કૂતરો તમને જોવા મળશે નહીં. આ રાજ્ય પોતાના કુદરતી સૌંદર્યને કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. શું તમે આ રાજ્યનું નામ જાણો છો?

2/6

તો તમને જણાવી દઈએ કે તેનું નામ છે લક્ષદ્વીપ. તે કેન્દ્રશાસિત પ્રદેશ છે. ભારતનો એક ખુબ જ સુંદર ટાપુ છે જે માલદીવ જેવો દેખાય છે. અહીં તમે તમારા પરિવાર સાથે શાનદર સમય વિતાવી શકો છો અને સ્પોર્ટ એક્ટિવિટીઝની મજા માણી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે અહીં એક એવું જાનવર છે જેને મોટાભાગના લોકો પાળે છે પરંતુ અહીં તેના પર પ્રતિબંધ છે. 

Banner Image
3/6

આ જાનવર છે કૂતરો. શ્વાન પાળવાનો ઘણાને શોખ હોય છે. કારણ કે તે માણસજાતિનો સૌથી વફાદાર પ્રાણી ગણાય છે. એક મિત્ર ગણાય છે. પરંતુ લક્ષદ્વીપમાં તમને એક પણ કૂતરો જોવા મળશે નહીં. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) મુજબ લક્ષદ્વીપ રેબીઝ ફ્રી (હડકવા ફ્રી) રાજ્ય છે. અહીં આવતા પ્રવાસીઓને પણ કૂતરા લઈને આવવાની મંજૂરી નથી. 

4/6

લક્ષદ્વીપમાં માત્ર કૂતરા પર જ પ્રતિબંધ છે એવું નથી. પરંતુ અહીં તમને સાપ પણ જોવા મળશે નહીં. આ સ્નેક ફ્રી રાજ્ય છે. ફ્લોરા એન્ડ ફૌના ઓફ લક્ષદ્વીપ મુજબ આ ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં સાપ નથી. જ્યારે તેના પાડોશી રાજ્ય કેરળમાં સાપની સૌથી વધુ પ્રજાતિઓ મળી આવે છે. 

5/6

લક્ષદ્વીપ એ 36 નાના ટાપુઓનો સમૂહ છે. જ્યાં કુલ વસ્તી લગભગ 64000 છે. જેમાંથી 96% લોકો મુસલમાન છે. અહીં દર વર્ષે હજારો પર્યટકો આવે છે. લક્ષદ્વીપની આવકનો મુખ્ય સ્ત્રોત ટુરિઝમ અને મત્સ્ય ઉછેર છે. આ જગ્યા પોતાની સુંદરતા માટે ખુબ પ્રખ્યાત છે. 

6/6

લક્ષદ્વીપમાં આટલા બધા ટાપુઓ છે પરંતુ તેમાંથી ફક્ત 10 ટાપુ પર લોકો રહે છે. જેમાં કવારાટ્ટી, અગાટ્ટી, અમિની, કદમત, કિલાતન, ચેતલાટ, બિટ્રા, આનદોહ, કલ્પની અને મિનિકોય સામેલ છે. કેટલાક ટાપુઓ પર તો 100થી પણ ઓછા લોકો રહે છે.  કવારાટ્ટી અહીંનું પાટનગર છે. 





Read More