PHOTOS

ટ્રમ્પના 50% ટેરિફથી ભારતમાં કઈ વસ્તુઓ પર પડશે માઠી અસર, શું-શું થઈ શકે છે મોંઘુ દાટ?

US Tariff Impact: વિશેષજ્ઞોનું કહેવું છે કે આ ટેરિફથી અમેરિકાને થનારી ભારતીય નિકાસમાં 40-50% સુધીનો ઘટાડો થઈ શકે છે. જેનાથી લાખો નોકરીઓ પ્રભાવિત થશે. 

Advertisement
1/10
અમેરિકાએ ભારતનું ટેન્શન વધાર્યું
અમેરિકાએ ભારતનું ટેન્શન વધાર્યું

અમેરિકાએ રશિયા પાસેથી ભારતની ઓઈલ આયાત પર 25 ટકા વધારાનો ટેરિફ લગાવ્યો છે. જેનાથી કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ ટેરિફથી અમેરિકાને થનારી ભારતીય નિકાસમાં 40થી 50 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. જેનાથી લાખો નોકરીઓને અસર થઈ શકે છે. 

2/10
ટેરિફ વધ્યો તો ભાવ વધ્યા
ટેરિફ વધ્યો તો ભાવ વધ્યા

અમેરિકાએ ભારત પાસેથી આયાત થનારી વસ્તુઓ પર ટેરિફ વધાર્યો. જેનાથી રત્ન, વસ્ત્ર, મશીનરી, સહિત અનેક ઉત્પાદનોની  કિંમત વધશે. આ ભાર ભારતીય ઉત્પાદકો અને નિકાસકારો પર પડશે. 

Banner Image
3/10
રત્ન આભૂષણ સેક્ટરને મોટો ઝટકો
રત્ન આભૂષણ સેક્ટરને મોટો ઝટકો

ભારતના રત્ન આભૂષણ ઉદ્યોગને 12 અબજ ડોલરનું નુકસાન થાય તેવો ડર છે. લગભગ 50 ટકા ટેરિફ લાગૂ થવાથી અમેરિકી બજારમાં ભારતીય ઉત્પાદનો મોંઘા થશે. 

4/10
કપડાં
કપડાં

વસ્ત્ર અને પરિધાનના ક્ષેત્રમાં 10.3 અબજ ડોલરના ટ્રેડ પર સૌથી વધુ અસર થશે. અમેરિકા ભારતનું સૌથી મોટું કપડાં નિકાસનું બજાર છે અને 63.9% સુધી ટેરિફ વધારો આ સેક્ટરને ખુબ નુકસાન પહોંચાડશે. 

5/10
મોંઘા થઈ શકે સી ફૂડ
મોંઘા થઈ શકે સી ફૂડ

ઝીંગા (શ્રિમ્પ)ની નિકાસ 2.24 અબજ ડોલરની છે. જેના પર હવે કુલ 33.26% ટેક્સ હશે. તેનાથી ભારતીય ઝીંગા અમેરિકી બજારમાં ઈક્વાડોર જેવા હરીફોની સરખામણીએ મોંઘી અને ઓછી પ્રતિસ્પર્ધી હશે.   

6/10
લેધર અને ફૂટવિયર સેક્ટર પર અસર
લેધર અને ફૂટવિયર સેક્ટર પર અસર

લેધર અને ફૂટવિયર ઉદ્યોગની 1.18 અબજ ડોલરની નિકાસ પ્રભાવિત થશે. વધેલા ટેક્સથી આ ક્ષેત્રની પ્રતિસ્પર્ધા નબળી થશે અને માર્કેટ શેર્સ ઓછા થઈ શકે છે. 

7/10
કેમિકલ્સ અને મશીનરી ક્ષેત્ર પણ પ્રભાવિત
કેમિકલ્સ અને મશીનરી ક્ષેત્ર પણ પ્રભાવિત

ઓર્ગેનિક કેમિકલ્સ અને મશીનરી પર 50 ટકાથી વધુ ટેરિફ લગાવવામાં આવતા આ ઉદ્યોગોને પણ નિકાસમાં ભારે નુકસાન ભોગવવું પડી શકે છે. 

8/10
રોજગાર પર અસર
રોજગાર પર અસર

ટેરિફમાં વધારાને પગલે નિકાસ ઘટવાથી લાખો લોકોની નોકરી અને આજીવિકા પર અસર પડશે. ખાસ કરીને MSME સેક્ટર પર દબાણ વધશે  કારણ કે તે ઓછા માર્જિન પર કામ કરે છે. 

9/10
ઉદ્યોગ વિશેષજ્ઞોને ચિંતા
ઉદ્યોગ વિશેષજ્ઞોને ચિંતા

વિશેષજ્ઞો માને છે કે અમેરિકાનો આ નિર્ણય ફક્ત આર્થિક રીતે જ નુકસાન કારક નથી પરંતુ ભારત સાથે વેપારી સંબંધોમાં તણાવ પણ પેદા કરી શકે છે. 

10/10
નિકાસકારો સામે પડકારો
નિકાસકારો સામે પડકારો

નિકાસકારોએ હવે નવા બજાર શોધવા પડશે. જેથી ક રીને તેઓ અમેરિકી ટેરિફના પ્રભાવથી બચી શકે અને નિકાસમાં સ્થિરતા જાળવી શકે. વિશેષજ્ઞોને આશા છે કે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતિ જલદી અંતિમ સ્વરૂપ લેશે, જેનાથી આ ટેરિફ સંકટથી કઈક રાહત મળશે. 





Read More