PHOTOS

સુંદર છોકરીઓ નહીં...હવે અહીં ભાડે બોલાવવામાં આવે છે હેન્ડસમ છોકરા, કરે છે આ 'ખાસમખાસ' કામ

Handsome Weeping Boys: ક્યારેક રડવું એ ઉપચારથી ઓછું નથી હોતું. જે લોકો મોટાભાગે દિવસના કામમાં વ્યસ્ત હોય છે તેમના માટે તણાવમાં રડવું એ સારો વિકલ્પ હોઈ શકે છે. રડ્યા પછી તમારો તણાવ ઓછો થાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ ઈચ્છો છો કે કોઈ તમારા આંસુ લૂંછી આપે તો જાપાનની એક કંપની તેના માટે કામ કરી રહી છે. જી હા, લોકોના આંસુ લૂછવા માટે કંપનીમાં હેન્ડસમ છોકરાઓને રાખવામાં આવી રહ્યા છે.

Advertisement
1/7
જાપાનીઝ કંપની કરી રહી છે ભરતી 
જાપાનીઝ કંપની કરી રહી છે ભરતી 

જાપાનની એક કંપની ઓફિસમાં કર્મચારીઓના આંસુ લૂછવા છોકરાઓને નોકરી પર રાખી રહી છે. આ સેવા 7,900 યેન (એટલે ​​​​કે રૂ. 4,000 થી વધુ) માં ઉપલબ્ધ છે. આટલું જ નહીં, જો કોઈ તેમની ભાવનાઓને સમજવામાં અસમર્થ હોય તો આ સુંદર રડતા છોકરાઓ પણ તે લાગણીઓને સામે લાવવામાં સક્ષમ છે. આનો અર્થ એ છે કે તેઓ તમને રડાવી પણ શકે છે.

2/7
કંપની પુરુષોને રાખે છે નોકરીએ..
કંપની પુરુષોને રાખે છે નોકરીએ..

આ કંપની હિરોકી તેરાઈની છે, જે ટોક્યોમાં આવેલી છે. આ માટે કંપની સારા દેખાતા પુરુષોને હાયર કરે છે. આ છોકરાઓ Ikemeso Danshi તરીકે ઓળખાય છે. ગ્રાહકો તેમને ઓનલાઈન શોધી શકે છે અને તેમની આંસુ લૂછવાની સેવાઓ ભાડે રાખી શકે છે.

Banner Image
3/7
તમે તમારી જાતે પસંદ કરી શકો છો કે તમારે કેવો છોકરો જોઈએ છે?
તમે તમારી જાતે પસંદ કરી શકો છો કે તમારે કેવો છોકરો જોઈએ છે?

ઈન્ડિપેન્ડન્ટના મતે કંપનીઓ છોકરાઓ પણ પસંદ કરી શકે છે. જેમ કે ચેક શર્ચ પહેરેલા 'શોવા ફેસ એડલ્ટ ઈકેમેસો બોય'થી લઈને બટન-ડાઉન શર્ટ અને કેઝ્યુઅલ બ્લેઝરમાં 'હીલિંગ મિસ્ટા-ટોક્યો' 'આઇકેમેસો બોય' સુધી સામેલ છે.  

4/7
કેવી રીતે કરે છે કામ?
 કેવી રીતે કરે છે કામ?

સ્ટફ વેબસાઈટ અનુસાર આ લોકો પોતાના ગ્રાહકોની આંખોમાં આંસુ લાવવા માટે ઉદાસી ફિલ્મો, ભાવનાત્મક ગીતો અને વીડિયોનો ઉપયોગ કરે છે. એક અહેવાલ મુજબ, આની પાછળનો વિચાર અન્યોની સામે પોતાને નિર્બળ બનાવવાનો છે, જે કથિત રીતે લોકોને એકસાથે લાવશે અને તેમને એક સારી ટીમ બનાવશે. સ્ટફ મુજબ આ હેન્ડસમ છોકરાઓ જે તેમને રડાવે છે તે 'ક્રાઇંગ થેરેપિસ્ટ' છે.  

5/7

તેના માટે કામ કરતા રયૂસી જે 2016માં કહ્યું હતું કે, “જાપાની લોકો લોકોની સામે રડવાની ટેવ ધરાવતા નથી. પરંતુ એકવાર તમે બીજાની સામે રડશો તો વાતાવરણ બદલાઈ જશે, ખાસ કરીને કામના સ્થળે.

6/7
કેવી રીતે આવ્યો આ વિચાર ?
 કેવી રીતે આવ્યો આ વિચાર ?

અહેવાલ મુજબ, હિરોકી તેરાઈએ આ માટે સૌપ્રથમ ક્રાઈંગ વર્કશોપ યોજી હતી. કારણ કે તે ઈચ્છે છે કે જાપાની લોકો તેમની લાગણી વ્યક્ત કરે. તેમના પ્રથમ પ્રોજેક્ટમાં દંપતી માટે તેમના લગ્નના અંતની ઉજવણી કરવા માટે એક સત્તાવાર સમારંભનું આયોજન સામેલ હતું.

7/7

2013માં તેમણે રડવાનો બિઝનેસ બનાવ્યો અને ટોક્યોમાં દરેક માટે વર્કશોપ ગોઠવવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, "લોકો આવશે અને સાથે રડશે," જ્યારે તેઓ રડે છે, ત્યારે તેમને ખૂબ સારું લાગે છે."  





Read More