Who is Guruji : ગુરુ પૂર્ણિમાના અવસર પર અનેક લોકોએ પોતાનો ગુરુના આર્શીવાદ લઈને તેમની તસવીરો શેર કરી. આ વચ્ચે એક્ટ્રેસ અનન્યા પાંડેએ છતરપુરવાલા ગુરુજીને પોતાનું બ્રેસલેટ બતાવ્યું. ઈન્સ્ટાગ્રામ પર અનન્યાએ આ તસવીર શેર કરી છે. જેમાં ચારેતરફ એક ગુરુજીની તસવીર છે. ત્યારે કોણ છે આ ગુરુજી તે જાણીએ.
આ ગુરુજીએ પોતાના સમગ્ર જીવનમાં લોકોને આધ્યાત્મિક જ્ઞાન અને માર્ગદર્શન આપ્યું છે. તેમણે લોકોને દયા, પ્રેમ અને કરુણાના માર્ગ પર ચાલવાનો સંદેશ આપ્યો છે.
આ ગુરુજીને અનન્યા પાંડે, હેમા માલિની અને નીતુ કપૂર પણ ફોલ કરે છે. અનન્યાના માતાપિતા ચંકી પાંડે અને ભાવના પાંડે પણ ગુરુજીના અનુયાયી છે.
વેબસાઈટ Gurujisangatfoundation અનુસાર, તેમને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે, ગુરુજીને ડુંગરીવાળા ગુરુજી અને શુક્રાના ગુરુજી તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેમનું અસલી નામ નિર્મલસિંહ મહારાજ છે, તેમનો જન્મ 1954 માં પંજાબના ડુગરી ગામમાં થયો હતો.
ગુરુજી અંગ્રેજી અને અર્થશાસ્ત્રમાં ડબલ એમએ છે. વેબસાઈટ અનુસાર, તેમણે લાખો લોકોના જીવનને પ્રભાવિત કર્યા છે અને અનેકોની બીમારી સારીકરી છે.
1990 ના દાયકા દરમિયાન, તેમણે છતરપુરના ભટ્ટી ખાણ વિસ્તારમાં એક શિવ મંદિર પણ બનાવ્યું, જેને તેમના ભક્તો બડા મંદિર તરીકે ઓળખે છે. ગુરુજીએ 31 મે, 2007ના રોજ મહાસમાધિ લીધી. તેમની મહાસમાધિ પછી પણ તેમના ભક્તોની તેમનામાં શ્રદ્ધા છે.