TMKOC : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'ભૂતની' ટ્રેકે દર્શકોને ખૂબ હસાવ્યા અને ડરાવ્યા. આ ટ્રેકમાં ચકોરી એટલે કે 'ભૂતની' નું પાત્ર ભજવનાર સ્વાતિ શર્માએ જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે અને હવે તે શોની નવી સેન્સેશન બની ગઈ છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબી ચાલનારી અને લોકપ્રિય સિટકોમ છે. આ શોમાં ઘણા પાત્રો છે જે વર્ષોથી દર્શકોના દિલમાં વસે છે. પરંતુ તાજેતરમાં આ શોએ ઇતિહાસ રચ્યો છે, કારણ કે તે સતત ત્રણ અઠવાડિયા સુધી TRP ચાર્ટમાં ટોપ પર રહ્યો છે.
આ સિદ્ધિનો સંપૂર્ણ શ્રેય શોમાં ચાલી રહેલા 'ભૂતની ટ્રેક'ને જાય છે, જેણે દર્શકોને હસાવવાની સાથે સાથે તેમને ડરાવ્યા પણ છે. આ ટ્રેકમાં 'ચકોરી' નામની એક રહસ્યમય મહિલા છે, જે ગોકુલધામ સોસાયટીમાં હલચલ મચાવે છે.
સ્વાતિ શર્મા એક ઉભરતી અભિનેત્રી છે જેણે અગાઉ 2023માં એમેઝોન પ્રાઇમની ફિલ્મ 'યારાં દિયાં પૌ બરન' માં કામ કર્યું હતું. આ ઉપરાંત, તે ટીવી શો 'શૈતાની રશ્મે' માં સહાયક ભૂમિકામાં પણ જોવા મળી છે.
જોકે, હવે તેને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી ખરી ઓળખ મળી રહી છે. ભૂતનીનું તેનું પાત્ર માત્ર મનોરંજક જ નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર પણ પ્રખ્યાત થઈ રહી છે.
'ભૂતની' ટ્રેક આવ્યા પછી, શોના TRPમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. સ્વાતિ શર્માના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ પોતે જ આનો પુરાવો છે. જ્યારે 23 જૂને તના ફક્ત 43,000 ફોલોઅર્સ હતા, હવે આ આંકડો 1.58 લાખ (158k) ને વટાવી ગયો છે.
તેની પ્રોફાઇલ પરની તસવીરો સાબિત કરે છે કે તે માત્ર પ્રતિભાશાળી જ નથી પણ સ્ટાઇલ અને ગ્લેમરમાં પણ કોઈથી ઓછી નથી. TMKOC દર્શકો હવે જાણવા માટે ઉત્સુક છે કે આગામી એપિસોડમાં ચકોરીનું પાત્ર કેટલું ઊંડું બનશે. શું તે ફક્ત આ ટ્રેક સુધી મર્યાદિત રહેશે કે પછી તે શોનો કાયમી ભાગ બનશે.