બોલીવુડ સિંગર કનિકા કપૂર (Kanika Kapoor) કોરોના વાયરસ (coronavirus)ની ચપેટમાં આવી ચૂકી છે. તે કોરોના વાયરસના રિપોર્ટમાં પોઝિટીવ જોવા મળ્યા છે. 15 માર્ચના રોજ કનિકા લંડનથી લખનઉ આવી હતી.
કનિકા કોરોના વાયરસથી સંક્રમિત મળી આવતાં વસુંધરા રાજેએ એક ટ્વિટ કર્યું જેમાં તેમણે સેલ્ફ આઇસોલેશનમાં જવાની વાત કહી છે. આ પાર્ટીમાં હાજર લોકોના ફોટા સામે આવ્યા બાદ ઘણા લોકોમાં ભય ફેલાઇ ગયો છે.
Left to Right- 1.દુષ્યંત સિં, સાંસદ બીજેપી, 2. વસુંધરા સિંહ, યૂપીના સ્વાસ્થ્ય મંત્રી જયપ્રતાપ સિંહની પત્ની. 3. વિનાયક, દુષ્યંત સિંહનો પુત્ર, ધોરણ 10નો વિદ્યાર્થી છે. 4. નિહારિકા રાજે, દુષ્યંત સિંહની પત્ની, 5. વસુંધરા રાજે, પૂર્વ સીએમ, રાજસ્થાન, 6. કનિકા કપૂર, ગાયિકા, 7. આદિલ અહમદ, ઇંટીરિયર ડિઝાઇનર, વસુંધરા રાજેના એકદમ નજીક અને યૂપીના નેતા અકબર અહમદ ડંપીના ભત્રીજા, 8. નેહા પ્રસાદ, કોંગ્રેસ નેતા જિતિન પ્રસાદની પત્ની, 9. અજ્ઞાત, 10 & 11- રામપુરના નવાબની બે પુત્રીઓ, 12/ અજ્ઞાત
15 માર્ચના રોજ કનિકા લંડનથી લખનઉ આવી હતી અને એરપોર્ટ પર એરપોર્ટ કર્મીઓની મિલીભગતથી વોશરૂમમાં સંતાઇને નિકળી ગઇ હતી. ત્યારબાદ તેણે જે પાર્ટી અટેંડ કરી તેની તસવીર અમે બતાવી રહ્યા છીએ.