PHOTOS

ભારતીયોને આખરે કેમ પસંદ આવે છે થાઈલેન્ડ, સામે આવ્યો ચોંકાવનારો સર્વે!

ડિજિટલ ટ્રાવેલ પ્લેટફોર્મ અગોડાએ પોતાના 2025 સ્કૂબા ડીલ્સ સર્વેનું પરિણામ જાહેર કર્યું છે. આ સર્વેમાં એશિયાના સ્કૂબા ડાઇવિંગ પ્રમીઓની પસંદ અને પ્રેરણા વિશે જણાવવામાં આવ્યું છે. સપનાના ડેસ્ટિનેશનથી લઈને ટ્રાવેલ બજેટ સુધી, આ સર્વે અન્ડરવોટર ટ્રાવેલ ઈન્ટરેસ્ટને દર્શાવે છે. સર્વે 11 એશિયન દેશોમાં કરવામાં આવ્યો. તેમાં દક્ષિણ-પૂર્વ એશિયાને ડાઇવિંગ માટે ખાસ ગણાવવામાં આવ્યા છે. અહીં ઘણી ડાઇવિંગ સાઇટ્સ, સમુદ્રી જીવન અને સુંદર પાણીની નીચેના નજારા ડાઇવર્સને આકર્ષિત કરે છે. અગોડાનો આ સર્વે ડાઇવર્સની બદલાતી પસંદને સમજવામાં મદદ કરે છે.

Advertisement
1/5
1. થાઈલેન્ડ ભારતીયોનું સપનું
1. થાઈલેન્ડ ભારતીયોનું સપનું

સર્વેમાં થાઈલેન્ડ ભારતીય ડાઇવર્સનું સૌથી પસંદગીનું ડેસ્ટિનેશન બન્યું. તેનું સ્વસ્છ પાણી, સમુદ્રી જીવ અને કોહ તાઓ તથા સિમિલન આઇલેન્ડ્સ જેવા વિશ્વ સ્તરીય ડાઇવિંગ સ્પોટ તેને ખાસ બનાવે છે. ત્યારબાદ ઈન્ડોનેશિયા, મલેશિયા અને વિયતનામનો નંબર આવે છે. આ જગ્યા ભારતીય ડાઇવર્ષને દર વર્ષે આકર્ષિત કરે છે.

2/5
2. પાણીની નીચે શાંતિની શોધ
2. પાણીની નીચે શાંતિની શોધ

ઘણા ડાઇવર્સ માટે સમુદ્ર તણાવથી રાહતનો માર્ગ છે. 30 ટકા લોકોએ કહ્યું કે તે શાંતિ માટે ડાઇવિંગ કરે છે. આ ખાસ કરી ફિલીપીન્સ, મલેશિયા અને થાઈલેન્ડના ડાઇવર્સમાં જોવા મળ્યું. 24 ટકા લોકો સમુદ્રી જીવોને જોવા માટે ડાઇવિંગ કરે છે.  

Banner Image
3/5
3. બજેટ મોટું પણ સસ્તુ જરૂરી
3. બજેટ મોટું પણ સસ્તુ જરૂરી

ડાઇવર્સ માટે રહેવાની જગ્યા પસંદ કરતી વખતે પોષણક્ષમતા અત્યંત મહત્વની છે. તેમ છતાં, તેઓ ડાઇવિંગ પ્રવાસો પર વધુ ખર્ચ કરવા તૈયાર છે. 40% લોકોએ કહ્યું કે તેઓ સામાન્ય રજાઓ કરતાં સ્કુબા ટ્રિપ્સ પર 15-30% વધુ ખર્ચ કરે છે.

4/5
4. માત્ર 4-7 દિવસની ટ્રિપને પ્રાધાન્ય
4. માત્ર 4-7 દિવસની ટ્રિપને પ્રાધાન્ય

મોટા ભાગના ડાઇવર્સ નાની ટ્રિપ પસંદ કરે છે. 48 ટકા લોકો 4-7 દિવસની યાત્રા પસંદ કરે છે. 41 ટકા લોકો વીકેન્ડ ટ્રિપને મહત્વ આપે છે. તે દર્શાવે છે કે વ્યસ્ત જીવનમાં નાની અને રોમાંચક ટ્રિપ્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

5/5
5. રીફ ડાઇવિંગ સૌથી વધુ લોકપ્રિય
5. રીફ ડાઇવિંગ સૌથી વધુ લોકપ્રિય

75% ડાઇવર્સે કહ્યું કે રીફ ડાઇવિંગ તેમની પ્રથમ પસંદગી છે. એશિયાના ખડકો તેમના રંગબેરંગી કોરલ અને સમૃદ્ધ ઇકોલોજી સાથે ડાઇવર્સને આકર્ષે છે. સમુદ્ર પ્રેમીઓ માટે આ જગ્યાઓ ખાસ છે.





Read More