PHOTOS

ટેસ્ટ મેચમાં સફેજ કપડાં જ કેમ પહેરે છે ખેલાડીઓ, લાલ બોલનું શું છે રહસ્ય; કારણ જાણીને થઈ જશો હેરાન!

Test Cricket Facts: ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓ મેચ રમતી વખતે સફેદ જર્સી પહેરે છે. તે જ ટેસ્ટ મેચમાં લાલ બોલનો ઉપયોગ થાય છે. પરંતુ શું તમે તેનું પાછળનું રહસ્ય જાણો છો? ચાલો જાણીએ કે તેનું કારણ શું છે.

Advertisement
1/5
ટેસ્ટ ફોર્મેટ ક્રિકેટનું સૌથી જૂનું ફોર્મેટ છે
ટેસ્ટ ફોર્મેટ ક્રિકેટનું સૌથી જૂનું ફોર્મેટ છે

ક્રિકેટના ઇતિહાસમાં સૌથી જૂનું ફોર્મેટ ટેસ્ટ છે. તેની શરૂઆત 148 વર્ષ પહેલાં થઈ હતી. જેમાં ખેલાડીઓ સફેદ કપડાં પહેરીને અને લાલ બોલથી મેચ રમ્યા હતા. પરંતુ શું તમે આ પાછળનું કારણ જાણો છો? ચાલો તમને જણાવીએ.

2/5
સફેદ કપડાં જ કેમ પહેરે છે ખેલાડી?
સફેદ કપડાં જ કેમ પહેરે છે ખેલાડી?

મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના રિસર્ચ ઓફિસર નીલ રોબિન્સનના મતે, ક્રિકેટની શરૂઆત 18મી સદીમાં થઈ હતી. તે સમયે ખેલાડીઓ તે જ કપડાં પહેરીને રમતા હતા, જે સરળતાથી ઉપલબ્ધ હતા.

Banner Image
3/5
શું છે તેની પાછળનું સાચું કારણ?
શું છે તેની પાછળનું સાચું કારણ?

નીલ રોબિન્સનના મતે, ક્રિકેટ એક ઉનાળાની રમત હતી, એટલે કે ઉનાળા દરમિયાન રમાતી રમત. સફેદ રંગના કપડાં એટલા માટે પણ પહેરવામાં આવતા હતા, કારણ કે તે સૂર્યપ્રકાશને શોષી લેતું નથી અને સનલાઈટને રિફ્લેક્ટ કરે છે.

4/5
ટેસ્ટમાં લાલ બોલનો ઉપયોગ
ટેસ્ટમાં લાલ બોલનો ઉપયોગ

ટેસ્ટ ફોર્મેટમાં સફેદ કપડાથી અને લાલ બોલથી રમવાની શરૂઆત 1877માં થઈ હતી. ટેસ્ટમાં લાલ બોલનો ઉપયોગ એટલા માટે કરવામાં આવતો હતો. કારણ કે તે સફેદ કપડાની વચ્ચે સરળતાથી દેખાય છે.

5/5
ડે નાઈટ ટેસ્ટ મેચોમાં ઉપયોગ થાય છે પિંક બોલ
ડે નાઈટ ટેસ્ટ મેચોમાં ઉપયોગ થાય છે પિંક બોલ

જ્યારે ડે નાઈટ ટેસ્ટ મેચોમાં પિંક બોલનો ઉપયોગ થાય છે. જે ખેલાડીઓને રાત્રે સરળતાથી દેખાય છે.





Read More