60 દિવસના લોકડાઉનનો આખરે અંત આવ્યો છે. પણ આ 60 દિવસમાં લોકોને અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો. જેમાં દેશની અનેક સેલિબ્રિટીઝ પણ હેરાન પરેશાન થઈ ગઈ હતી. આવામાં 60 દિવસ બાદ ગુજરાતના ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ હેર કટ કરાવ્યા હતા. લોકડાઉનને કારણે હેર સલૂન ખુલ્લા ન હોવાથી પત્નીએ જ ચેતેશ્વર પૂજારાના વાળ કાપી આપ્યા હતા.
હેર સલૂન બંધ હોવાથી ચેતેશ્વર પૂજારા હેટકટ કરાવી શક્યા ન હતા. જેને કારણે તેઓના વાળ વધી ગયા હતા. આખરે પત્નીએ પૂજા પાબારી પતિની મદદે આવ્યા હતા.
ગઈકાલે ચેતેશ્વર પુજારાના હેર તેમના પત્ની કટ કર્યાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. પત્નિ પૂજા પાબારીએ પણ ફોટો શેર કર્યો હતો.
પત્નિ પૂજા પાબારી એ ફોટો શેર કરી લખ્યું આખરે મારા પર ભરોસો કરી કરાવ્યા હેર કટ