PHOTOS

શું ક્રિપ્ટો માર્કેટને મળશે શેરબજાર જેવો દરજ્જો? ક્રિપ્ટો કરન્સીને લઈ આવ્યા મોટા સમચાર

Cryptocurrency market in India: ક્રિપ્ટો કરન્સી અંગે વિશ્વનો દૃષ્ટિકોણ હવે બદલાવા લાગ્યો છે. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકા પરત ફર્યા બાદ આ દિશામાં ઘણું કામ થવાની શક્યતા છે.

Advertisement
1/5
ક્રિપ્ટો માર્કેટ
ક્રિપ્ટો માર્કેટ

શું આવનારા સમયમાં ભારતમાં ક્રિપ્ટો માર્કેટને શેરબજાર જેમ દરજ્જો મેળી શકે છે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થયો છે કારણ કે સરકાર ક્રિપ્ટોકરન્સી પર તેના વલણ પર પુનર્વિચાર કરી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ક્રિપ્ટો કરન્સી સંબંધિત વૈશ્વિક દૃષ્ટિકોણમાં બદલાવ આવ્યો છે. ટ્રમ્પ ક્રિપ્ટો-ફ્રેન્ડલી નીતિઓ પર આગળ વધી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ ક્રિપ્ટો અંગે તેના કડક વલણ પર પુનર્વિચાર કરી રહી છે.

2/5
અનેક દેશોએ બદલી છે વિચારસરણી
અનેક દેશોએ બદલી છે વિચારસરણી

ન્યૂઝ એજન્સી રોઈટર્સના અહેવાલ અનુસાર આર્થિક બાબતોના સચિવ અજય સેઠે કહ્યું કે, ઘણા દેશોએ ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ, તેની સ્વીકૃતિ અને ક્રિપ્ટો સંપત્તિના મહત્વને લઈને પોતાનું વલણમાં બદલાવ કર્યો છે. આ અંતર્ગત અમે અમારા ડિસ્કશન પેપર પર ફરી વખત વિચાર કરી રહ્યા છીએ. નોંધનીય છે કે, ક્રિપ્ટોકરન્સી પર ડિસ્કશન પેપર 24 સપ્ટેમ્બર 2024ના રોજ રિલીઝ થવાનું હતું. પરંતુ તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) અને SEBI સહિત વિવિધ હિતધારકો સાથે વિચાર-વિમર્શ કર્યા પછી જાહેર કરવામાં આવનાર છે.

Banner Image
3/5
એકતરફી ન હોઈ શકે વલણ
એકતરફી ન હોઈ શકે વલણ

શેઠે વધુમાં જણાવ્યું હતું કે, આવી સંપત્તિઓ સરહદોમાં વિશ્વાસ કરતી નથી તેથી ભારતનું વલણ એકપક્ષીય હોઈ શકે નહીં. તેમણે અમેરિકાનો ખાસ ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તેઓ ક્યાંક અમેરિકા તરફ ઈશારો કરી રહ્યા હતા. જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ શાસને ક્રિપ્ટોકરન્સી વર્કિંગ ગ્રૂપ બનાવવાનો આદેશ જાહેર કર્યો છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન જ કહ્યું હતું કે, તેમની સરકાર ક્રિપ્ટોને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવશે.

4/5
ચિંતાઓ હોવા છતાં રોકાણ
ચિંતાઓ હોવા છતાં રોકાણ

અન્ય દેશોથી વિપરીત ભારત ક્રિપ્ટો અંગે કડક વલણ અપનાવી રહ્યું છે. જો કે, એ અલગ વાત છે કે આ ડિજીટલ કરન્સીને લઈને તમામ ચિંતાઓ અને સરકારની કડકતા છતાં ક્રિપ્ટોમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. તાજેતરના ભૂતકાળમાં જે રીતે ક્રિપ્ટો માર્કેટમાં તેજી આવી છે, તેનાથી રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં અમેરિકામાં ક્રિપ્ટો માર્કેટ વધુ ખીલે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં ભારતીયોનું રોકાણ પણ અહીં વધી શકે છે.

5/5
સરકારે ફટકાર્યો હતો દંડ
સરકારે ફટકાર્યો હતો દંડ

ભારતમાં ક્રિપ્ટો સંબંધિત મોટા નિયમો છે અને સરકાર ક્રિપ્ટો એક્સચેન્જો પર કડક છે. ડિસેમ્બર 2023માં ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (FIU)એ નિયમોના ઉલ્લંઘન પર 9 વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જોને નોટિસ મોકલી હતી. જૂન 2024માં વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ Binance પર પણ 188 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે, હવે સરકાર પોતાનું વલણ બદલવા માંગે છે.





Read More