PHOTOS

40થી 60 કિમીની ઝડપે ફુંકાશે પવન, આગામી ત્રણ કલાક 25થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી

વરસાદ શરૂ થઈ ગયો છે. અનેક જિલ્લાઓમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં અતિભારે વરસાદ પડ્યો છે. આ વચ્ચે હવામાન વિ...

Advertisement
1/4

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરી છે. તમે પણ જાણો આગામી ત્રણ કલાક માટે કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે.  

2/4

સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 40થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Banner Image
3/4

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને રાજકોટમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  

4/4

કચ્છ, જામનગર, મોરબી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ભાવનગર, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મચા, અમદાવાદ, દ્વારકામાં આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.





Read More