PHOTOS

World’s Best Air Defense : ડિફેન્સ સિસ્ટમમાં બાપ છે આ બે દેશ...નામ સાંભળતા જ છૂટી જાય છે દુશ્મનોનો પરસેવો

World’s Best Air Defense : ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં એર ડિફેન્સ સિસ્ટમે દેશનું રક્ષણ કર્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં બે દેશો એવા છે જેમની પાસે બેસ્ટ એર ડિફેન્સ સિસ્ટમ છે. 
 

Advertisement
1/7

પહેલગામ હુમલા પછી ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું, જેમાં 9 પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. ઉપરાંત પ્રેસ બ્રીફિંગમાં, સેનાએ કહ્યું કે 40 દુશ્મન સૈનિકો પણ માર્યા ગયા છે.

2/7

સતત બે દિવસ સુધી ચાલેલા આ તણાવ બાદ યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો. પરંતુ પાકિસ્તાને થોડા કલાકોમાં જ તેનું ઉલ્લંઘન કર્યું. જોકે, આ હુમલાઓ દરમિયાન ભારતની એર ડિફેન્સ સિસ્ટમ રક્ષક તરીકે ઉભી રહી.

Banner Image
3/7

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે સમાચારોમાં મોટાભાગના લોકો માને છે કે S-400 અને આયર્ન ડોમ બેસ્ટ એર ડિફેન્સ સિસ્ટમ છે. પરંતુ દુનિયામાં બે વધુ સિસ્ટમો છે, જે તેનાથી પણ વધુ ખતરનાક માનવામાં આવે છે.

4/7

એવું કહેવાય છે કે ઇઝરાયલની ડેવિડ સ્લિંગ સિસ્ટમ 300 કિલોમીટર દૂરથી આવતી મિસાઇલોને નષ્ટ કરી શકે છે. તે બે દેશો, અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે.

5/7

આ સિસ્ટમમાં સ્ટનર નામની સુપરફાસ્ટ મિસાઇલ છે, જે 7.5 મેકની ઝડપે ઉડે છે. ઉપરાંત, તે અસલી અને નકલી મિસાઇલો વચ્ચે તફાવત કરી શકે છે. તો આયર્ન ડોમની ગણતરી ઇઝરાયલની લાઈન ઓફ ડિફેન્સમાં થાય છે.  

6/7

આ ઉપરાંત અમેરિકાની THAAD સિસ્ટમ 200 કિમીના અંતર સુધીની મિસાઇલોને તોડી પાડી શકે છે. તે 150 કિમીની ઊંચાઈ સુધી કામ કરે છે અને દુશ્મન મિસાઇલોને છેલ્લા સ્ટેજમાં અટકાવે છે. વિશ્વની સૌથી ઝડપી રડાર સિસ્ટમ છે.

7/7

THAADમાં એક હાઇ-ટેક રડાર છે, જે 1000 કિમી દૂરથી ખતરાને ઓળખી લે છે. આ જ કારણ છે કે અમેરિકાએ તેને દક્ષિણ કોરિયા અને યુએઈમાં પણ તૈનાત કરી છે. (Photos: Meta AI)





Read More