PHOTOS

World Cup 2023 Winner: વર્લ્ડકપ 2023માં આ ટીમ બનશે ચેમ્પિયન, થઈ ગઈ મોટી ભવિષ્યવાણી

Cricket News Gujarati: ભારતની ધરતી પર આ વર્ષના અંતમાં 2023 વર્લ્ડકપ ટૂર્નામેન્ટ રમાશે. વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમીને કરશે. 
 

Advertisement
1/4
વર્લ્ડકપ 2023
વર્લ્ડકપ 2023

World Cup 2023: ભારતમાં રમાનાર વનડે વર્લ્ડ કપના બે મહિના પહેલા તેના વિજેતાને લઈને મોટી ભવિષ્યવાણી કરી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમને મોટા ભાગના લોકો વર્લ્ડકપ જીતવા માટે દાવેદાર માની રહ્યાં છે, પરંતુ તેમ નથી. એક ટીમ એવી છે જેને વર્લ્ડકપ જીતવા માટે સૌથી મોટી દાવેદાર માનવામાં આવી રહી છે. 

2/4
વર્લ્ડકપ 2023ની ટ્રોફી જીતશે આ ટીમ
 વર્લ્ડકપ 2023ની ટ્રોફી જીતશે આ ટીમ

ઈંગ્લેન્ડની ટીમને 2019માં ચેમ્પિયન બનાવનાર ઈયોન માર્ગને મોટી ભવિષ્યવાણી કરી છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન માર્ગને ટીમ ઈન્ડિયાને વિશ્વકપ જીતવાની પ્રબળ દાવેદાર ગણાવી છે. મોર્ગન પ્રમાણે ભારતને ઘરઆંગણે રમવાનો ફાયદો મળશે.   

Banner Image
3/4
થઈ ગઈ મોટી ભવિષ્યવાણી
 થઈ ગઈ મોટી ભવિષ્યવાણી

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઇયોન મોર્ગને કહ્યું- ભારતની પાસે ટેલેન્ટ છે અને તે આગામી વર્લ્ડકપ જીતવાનું દાવેદાર હશે. વર્લ્ડકપના લીગ રાઉન્ડ બાદ ભારત અને ઈંગ્લેન્ડ આગળ જશે. આ સાથે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયામાં પણ ટ્રોફી જીતવાની ક્ષમતા છે. 

4/4
ભારતની યજમાનીમાં રમાશે વિશ્વકપ
 ભારતની યજમાનીમાં રમાશે વિશ્વકપ

આઈસીસી વનડે વિશ્વકપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી ભારતમાં રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લેશે અને 48 મેચ રમાશે.   





Read More