Earth will be Destroyed: દુનિયામાં વર્ષોથી દુનિયાના ખતમ થવાના અલગ-અલગ દાવા કરવામાં આવે છે. પરંતુ આ વખતે બ્રિટેનની બ્રિસ્ટોલ યુનિવર્સિટી દ્વારા એક સુપર કોમ્પ્યુટર સિમ્યુલેશન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો જે સાંભળીને તમે ચોંકી જશો.
વર્ષોથી દુનિયાના અંત વિશે દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ વખતે કરવામાં આવેલ દાવો સાંભળીને તમે ચોંકી જશો.
આ વખતે એવો દાવો કરવામાં આવ્યો છે કે, 250 મિલિયન વર્ષ પછી ફક્ત માણસો જ નહીં પરંતુ અન્ય જીવંત પ્રાણીઓ પણ દુનિયામાંથી લુપ્ત થઈ જશે.
આ દાવો બ્રિટેનની બ્રિસ્ટોલ યુનિવર્સિટી દ્વારા એક સુપર કોમ્પ્યુટર સિમ્યુલેશન દ્વારા કરવામાં આવ્યો છે. ધરતી પર જીવન ખતમ થવાનું કારણ અતિશય ગરમી, જ્વાળામુખી વિસ્ફોટ અને એક ગરમ મહાદ્વીપ બનશે.
આ નવો મહાદ્વીપ પેંજિયા અલ્ટિમા હશે. જેના કારણે પૃથ્વીનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી જશે.
જ્વાળામુખીમાંથી બહાર નીકળતો કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યની તીવ્ર ગરમી પરિસ્થિતિને વધુ ખરાબ કરશે.
આનાથી પૃથ્વીની સપાટી ખૂબ જ ગરમ થઈ જશે. સૂર્યનો તેજસ્વી પ્રકાશ પૃથ્વીને અગ્નિના ગોળામાં ફેરવી દેશે.
પૃથ્વીનો 92 ટકા ભાગ રહેવા યોગ્ય રહેશે નહીં.