આ દુનિયાએ ઘણા રહસ્યોને પોતાની અંદર છૂપાવી રાખ્યા છે. કેટલાક લોકો રોમાંચ અને સહસ્યોની શોધમાં નવી જગ્યાઓ પર પહોંચી જાય છે, પરંતુ તેમને અંદાજો પણ નથી હોતો કે આ જગ્યા માણસો માટે કેટલી ખતરનાક છે. આજે અમે તમને દુનિયાની કેટલીક ભયાનક જગ્યાઓ વિશે જણાવી રહ્યા છે, જેના વિશે વિચારીને પણ તમારા રૂંવાડા ઉભા થઈ જશે.
બ્લડી પોન્ડ જાપાનની સૌથી પ્રસિદ્ધ જગ્યા છે. આ પોન્ડમાં સ્વિમીંગ કરવાની સખત મનાઈ છે, કેમ કે તેનું તાપમાન 194 ફોરેનહાઈટ રહે છે. તેમાં આયરન અને મીઠાનું પ્રમાણ વધારે હોવાથી તેનું પાણી લોહી જેવું લાલ દેખાય છે. અહીં પાણીની સપાટી પરથી વરાળ બાષ્પીભવન થતી રહે છે. આ જગ્યાને દૂરથી જોવા પર એવું લાગે છે કે લોહી ઉકળી રહ્યું હોય. આ કારણથી લોકો અહીં જવાથી ડરે છે.
આફ્રિકા મહાદ્વીપના ડેમોક્રેટિક રિપબ્લિક કાંગો અને રવાંડાની બોર્ડર પર મોતનું તળાવ સ્થિત છે. તે કિવુ લેકના નામથી ઓળખાય છે. આ તળાવના પાણીથી લાખો લોકોના જીવનને ખતરો થઈ શકે છે. તેના ઊંડા પાણીમાં મોટા પ્રમાણમાં મીથેન ગેસ છૂપાયેલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો તળાવના પાણીમાંથી બનેલું વાદળ ઝેરીલો મીથેન ગેસ ઉપર લઇને આવે તો લાખો લોકો જીવ ગુમાવી શકે છે.
માઉન્ટ મેરાપી એક સક્રિય જ્વાલામુખી છે જે મધ્ય જાવા અને ઇન્ડોનેશિયાના યોગ્યાકાર્તાની સરહદ પર સ્થિત છે. 1548 થી સતત આ ઇન્ડોનેશિયાનો સૌથી સક્રિય જ્વાલામુખી છે. જ્યારે તેમાં વિસ્ફોટ થતો નથી ત્યારે પણ તેમાંથી મોટા પ્રમાણમાં ધુમાડો બહાર નીકળતો રહે છે અને તે આકાશમાં 2 માઈલની ઉંચાઈ સુધી દેખાય છે.
મ્યાનમારનો રામ્રી દ્વીપને મગરોનો આઇલેન્ડ પણ કહેવામાં આવે છે. અહીં ખારા પાણીના ઘણા તળાવ છે, જે ખતરનાક મગરોથી ભરેલા છે. આ આઇલેન્ડનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે, કેમ કે આ દ્વીપ પર રહેતા ખતરનાક મગરોએ સૌથી વધારે લોકોને નુકસાન પહોંચાડ્યું છે.
જાપાનમાં સ્થિત મિયાકેજીમા ઈઝુ આઇલેન્ડમાં લોકો ચોખી હવામાં શ્વાસ લઇ શકતા નથી. આ આઇલેન્ડ પર જીવતા રહેવા માટે હંમેશા ગેસ માસ્ક લગાવવું પડે છે, કેમ કે ત્યાના વાતાવરણમાં ઝેરીલા ગેંસનું પ્રમાણ સામાન્ય કરતા ખુબ જ ઉચ્ચાં સ્તરે સુધી પહોંચી ગયું છે.
બ્રાઝીલમાં એક આઇલેન્ડ પર એટલા સાપ રહે છે કે ત્યાં કોઈપણ જઈ શકતું નથી અને ગયા બાદ ત્યાંથી કોઈ જીવતું પાછું ફરી શકતું નથી. અહીં સાપનું રાજ ચાલે છે. આ આઇલેન્ડને સ્નેક આઇલેન્ડના નામથી ઓખળવામાં આવે છે. દુનિયાના સૌથી ખતરનાક સાપ પણ આ આઇલેન્ડ પર જોવા મળે છે.
દુનિયામાં એક એવું દલદલ પણ છે જમાંથી બચવું મુશ્કેલ છે. ઓકફેનોકી નામનું આ દલદલ જ્યોર્જિયા સ્ટેટમાં છે. અહીં હજારો વર્ષોથી પાંસ નામનું લીલું ઘાસ દરેક જગ્યાએ ફેલાયેલું છે. લોકોએ પહેલા જે અહીંયા મકાન અને રસ્તા બનાવ્યા હતા. તેને પણ આ ઘાસે ઢાંકી દીધા છે. આ એખ પરભક્ષી ઘાસ છે. અહીં ઝેરીલા મચ્છર, જંતુ, મકોડા, ઝેરીલા સાપ, દેડકા અને હજારો મગરો રહે છે.
જાપાનમાં એક રહસ્યમયી જંગલ છે. આ જંગલનું નામ ઓકિગહરા છે. તેના વિશે કહેવામાં આવે છે કે, અહીં આવ્યા બાદ લોકો આત્મહત્યા કરી લે છે. આ કારણથી આ જંગલને સુસાઈડ ફોરેસ્ટ કહેવામાં આવે છે. ટોક્યોથી બે કલાક કરતા ઓછા સમયમાં આ જંગલ સુધી પહોંચી શકાય છે. આ જંગલને ભૂતિયા જંગલના નામથી પણ ઓળખવામાં આવે છે.
એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત આ દ્વીપને સેબલ આઇલેન્ડના નામથી ઓખળવામાં આવે છે. 42 કિલોમીટર લાંબો અને 1.5 કિલોમીટર પહોંડા આ આઇલેન્ડને રેતીનો આઇલેન્ડ અને દરિયાનું કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે. અહીં 300 થી પણ વધારે જહાજ દુર્ઘટનાગ્રસ્ત થઈ ડૂબી ગયા છે. કેમ કે, દૂરથી આ આઇલેન્ડ સમુદ્રના પાણીની જેમ દેખાય છે. જેના કારણે મોટાભાગના જહાજ છેતરાઈ જાય છે અને ટકરાઈ દુર્ઘટનાગ્રસ્ત થઈ જાય છે.