PHOTOS

ZEE રિપોર્ટર્સની આ સુંદર તસવીરોએ જીત્યું બધાનું દિલ, તમે જોઇ આ તસવીરો?

જુઓ મનને મોહી લે તેવી ખાસ તસવીરો...

Advertisement
1/15
લોકડાઉનમાં સમી સાંજે છત પર મિત્રોનો સંવાદ
લોકડાઉનમાં સમી સાંજે છત પર મિત્રોનો સંવાદ

કોરોના કહેરમાં સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરવાનું હોય છે પરંતુ લોકડાઉનમાં લાંબા સમય બાદ મળેલા બે મિત્રો પોતાના ફ્લેટ પર આવેલી પાણીની ટાંકી પર બેસીને પરિસ્થિતિ ક્યારે નોર્મલ થશે તેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા એવું લાગી રહ્યું છે. દુષ્યંત કર્નલની આ તસવીરમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે કુદરત આગળ માનવી કેટલો લાચાર છે. 

2/15
મોટો સંદેશ આપે છે આ તસવીર
મોટો સંદેશ આપે છે આ તસવીર

આ તસવીર એક મોટો સંદેશ આપે છે. આ તસવીર કહે છે કે માણસને ફાયદો થાય ત્યાં સુધી જ તેની કદર હોય છે. એકવાર કામ પુરૂ થઇ ગયું તો તેની હાલત પણ આવી જ થાય છે જેવી આ તસવીરમાં આ હોડીઓની છે. 

Banner Image
3/15
નાની બારીમાંથી મીનારને જોવાનો પ્રયત્ન
નાની બારીમાંથી મીનારને જોવાનો પ્રયત્ન

આકર્ષ ગુપ્તા દ્વારા મોકલવામાં આવેલી આ તસવીર કોઇ પ્રાચીન કિલ્લાની છે, જેના વિશાળ દરવાજાની સામે બનેલી દિવાલ પર એક નાનકડી બારીમાંથી કોઇ મીનારને જોવાનો પ્રયત્ન કરી રહ્યું છે. 

4/15
ચંદીગઢમાં જોવા મળ્યો આવો નજારો
ચંદીગઢમાં જોવા મળ્યો આવો નજારો

હવામાનમાં ફેરફાર દરમિયાના આ તસવીર ચંદીગઢથી ખુર્શીદ અમહમદે મોકલી છે. આ તસવીરમાં પ્રકૃતિમાં થનાર ફેરફારોને કંડારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 

5/15
શ્રીનગરમાં જ્યારે દેખાવવા લાગ્યા હતા બરફથી ઢંકાયેલા પહાડ
શ્રીનગરમાં જ્યારે દેખાવવા લાગ્યા હતા બરફથી ઢંકાયેલા પહાડ

આ તસવીર લોકડાઉન દરમિયાન ઇરફાન મંજૂરે શ્રીનગરથી લીધી છે, જેમાં બરફથી ઢંકાયેલા પહાડ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.

6/15
બીચ પર કંઇક આવો હોય છે સવાર અને સાંજનો નજારો
બીચ પર કંઇક આવો હોય છે સવાર અને સાંજનો નજારો

દિલ્હીના સુરેન્દ્ર મનરાલે પોતાની તસવીરમાં બીચ (Beach) પર સવાર અને સૂર્યાસ્તના સમયની સુંદરતાને કેદ કરવાનો પ્રયત્ન કર્યો છે. 

7/15
દિલ્હીમાં વરસાદ બાદ મનમોહક તસવીર
દિલ્હીમાં વરસાદ બાદ મનમોહક તસવીર

મોટાભાગે દિલ્હીમાં વરસાદ બાદ પાણી ભરાયા હોવાની તસવીરો જોવા મળે છે. પરંતુ આ તસવીરમાં આકર્ષ ગુપ્તાએ દુનિયાને દિલ્હી સુંદરતાથી રૂબરૂ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. 

8/15
વાપી રેલવે સ્ટેશન, ગુજરાત
વાપી રેલવે સ્ટેશન, ગુજરાત

જોતાં જ મનને પસંદ આવી જાય તેવી આ તસવીર ગુજરાતના વાપી રેલવે સ્ટેશનની છે જેને આકર્ષ ગુપ્તાએ મોકલી છે. 

9/15
નાના મોટા ભેદભાવ ભૂલીને એકજૂટ રહેવાનો સંદેશ આપે છે આ તસવીર
નાના મોટા ભેદભાવ ભૂલીને એકજૂટ રહેવાનો સંદેશ આપે છે આ તસવીર

આ તસવીરમાં એક કુતરો ઘોડાની પીઠ પર રમી રહ્યો છે અને ઘોડો પણ નીચે બેસીને તેની સાથે ખુશ જોવા મળી રહ્યો છે. 

10/15
ડલ ઝીલનો સુંદર નજારો
ડલ ઝીલનો સુંદર નજારો

જમ્મૂ કાશ્મીરમાં ડલ ઝીલ પર માછલી પકડતી વખતે પણ આ તસવીરો લોકોને ખુબ પસંદ આવી રહી છે. તેને ઇરફાન શાહે મોકલી છે. 

11/15
પ્રકૃતિની ખૂબસુરતી
પ્રકૃતિની ખૂબસુરતી

આ તસવીર ગુજરાતથી હમીમ ખાને મોકલી છે. તેમાં તેમણે ઝાડની સુંદરતાને તસવીરમાં કેદ કરવાનો પ્રયત્ન કર્યો છે. 

12/15
વિક્ટોરિયા મેમોરિયલ, કલકત્તા
વિક્ટોરિયા મેમોરિયલ, કલકત્તા

કલકત્તા સ્થિત વિક્ટોરિયા મેમોરિયલની સુંદર તસવીર અરિન મુખર્જીએ મોકલી છે. 

13/15
કોરોના દરમિયાન રિપોર્ટિંગની તસવીર
કોરોના દરમિયાન રિપોર્ટિંગની તસવીર

COVID-19 સંક્રમણ દરમિયાન પીપીઇ કિટ પહેરીને રિપોર્ટિંગ દરમિયાન આ સુંદર તસવીર સંજીવ ગુપ્તાએ મુંબઇથી મોકલી છે. 

14/15
શું સૂર્યાસ્તની આટલી સુંદર તસવીર પહેલાં ક્યારેય જોઇ છે?
શું સૂર્યાસ્તની આટલી સુંદર તસવીર પહેલાં ક્યારેય જોઇ છે?

સૂર્યાસ્ત દરમિયાનની આ તસવીર કલકત્તાથી આવી છે. અરિન મુખર્જીએ પોતાના ફોટામાં એકદમ અનોખા અંદાજમાં સૂર્યાસ્તને કેદ કર્યો છે. 

15/15
કલકત્તામાં મોનસૂનની સાંજે અદભૂત નજારો
કલકત્તામાં મોનસૂનની સાંજે અદભૂત નજારો

તસવીરમાં વરસાદ પલળેલા માર્ગો, દબેલા પગે ચાલતો એક માણસ, સ્ટ્રીટ લાઇટને ઢાંકી દેતી ઝાડની ડાળો પોતાનામાં તે સાંજની સુંદરતા રજૂ કરવા માટે પુરતી છે. 





Read More