PHOTOS

World Top University: આ છે વિશ્વની ટોપ-10 યુનિવર્સિટી, જો મળી ગયું એડમિશન તો કરિયર સેટ!

દરેક વિદ્યાર્થીનું એક સપનું હોય છે કે તે સારામાં સારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે અને ડિગ્રી મેળવે. એક સારી અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમા...

Advertisement
1/10
ઓક્સફોર્ડ યુનિવર્સિટી
ઓક્સફોર્ડ યુનિવર્સિટી

વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટી યુનિવર્સિટીઓની યાદીમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી ટોચ પર છે. આ યુનિવર્સિટીની ગણતરી સૌથી જૂની યુનિવર્સિટીઓમાં થાય છે. તે ઇંગ્લેન્ડના ઓક્સફર્ડ શહેરમાં સ્થિત છે, જે લંડનથી લગભગ 80 કિલોમીટર દૂર છે.

2/10
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી

મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના ક્ષેત્રમાં તેના સારા કાર્ય અને યોગદાન માટે જાણીતી છે. આ યુનિવર્સિટી અમેરિકામાં આવેલી છે અને તેમાં પ્રવેશ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે.

Banner Image
3/10
હાર્વર્ડ યુનિવર્સિટી
હાર્વર્ડ યુનિવર્સિટી

અમેરિકા સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટી વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયમાં સામેલ છે, જે ટોપ લેવલ એજ્યુકેશન, રિસર્ચ અને ઇનોવેશન માટે જાણીતી છે. તેની સ્થાપના 1636માં થઈ હતી.

4/10
પ્રિન્સટન યુનિવર્સિટી
પ્રિન્સટન યુનિવર્સિટી

પ્રિન્સટન યુનિવર્સિટી અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલી છે. તે ત્યાંની ચોથી સૌથી જૂની યુનિવર્સિટી છે, જે તેની શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે જાણીતી છે.

5/10
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી

અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક છે, જે ટેકનોલોજી અને વ્યવસાયના ક્ષેત્રમાં તેની શ્રેષ્ઠતા માટે જાણીતી છે. તેની સ્થાપના 1855 માં થઈ હતી.

6/10
કેમ્બ્રિજ યુનિવર્સિટી
કેમ્બ્રિજ યુનિવર્સિટી

કેમ્બ્રિજ યુનિવર્સિટી વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક છે, જેમાં દરેક વિદ્યાર્થી અભ્યાસ કરવાનું સ્વપ્ન જુએ છે. આ યુનિવર્સિટી ઇંગ્લેન્ડના કેમ્બ્રિજ શહેરમાં આવેલી છે, જે તેના શૈક્ષણિક ઇતિહાસ અને ઉત્તમ કાર્યક્રમો માટે જાણીતી છે.

7/10
કેલિફોર્નિયા યુનિવર્સિટી
કેલિફોર્નિયા યુનિવર્સિટી

અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટી વિશ્વની સૌથી પ્રસિદ્ધ અને જાણીતી યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટી પોતાની શાનદાર શિક્ષણ સિસ્ટમ અને રિસર્ચ માટે જાણીતી છે.

8/10
યેલ યુનિવર્સિટી
યેલ યુનિવર્સિટી

યેલ યુનિવર્સિટી અમેરિકામાં સ્થિત વિશ્વની ટોચની અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક છે, જે તેના શૈક્ષણિક અને સંશોધન કાર્યક્રમો માટે જાણીતી છે. તેની સ્થાપના 1701 માં થઈ હતી.

9/10
સિંધુઆ યુનિવર્સિટી
સિંધુઆ યુનિવર્સિટી

સિંધુઆ યુનિવર્સિટી ચીનની સૌથી પ્રતિષ્ઠિત અને મોટી યુનિવર્સિટી છે. જે પોતાના એન્જિનિયરિંગ અને વિજ્ઞાનના અભ્યાસ માટે જાણીતી છે. આ યુનિવર્સિટીની સ્થાપના 1911મા થઈ હતી. સિંધુઆ યુનિવર્સિટીમાંથી અનેક મહાન વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો નિકળ્યા છે.

10/10
ટોક્યો યુનિવર્સિટી
ટોક્યો યુનિવર્સિટી

ટોક્યો યુનિવર્સિટી જાપાનની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયમાંથી એક છે. જે વિજ્ઞાન, ટેક્નોલોજી અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં પોતાની ઉત્કૃષ્ટતા માટે જાણીતી છે. તેની સ્થાપના 1877માં થઈ હતી.





Read More