Horror Film: જો દુનિયાની સૌથી પોપ્યુલર અને ડરામણી ફિલ્મની વાત હોય તો એક એવી ફિલ્મ છે જેના અત્યાર સુધીમાં ત્રણ પાર્ટ રિલીઝ થયા છે અને ચોથો પાઠ રિલીઝ થવાનો છે. દુનિયાભરમાં આ ફિલ્મનો કોઈ મુકાબલો નથી. આ ફિલ્મને દુનિયાભરના દર્શકોએ પસંદ કરી છે. આ ફિલ્મ છે The Conjuring.
વર્ષ 2013માં The Conjuring ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એક સુપર નેચરલ હોરર ફિલ્મ છે. આ ફિલ્મનું ડાયરેક્ટર જેમ્સ વાન એ કર્યું હતું. અત્યાર સુધીમાં આ ફિલ્મની 3 સીકવલ આવી ચૂકી છે અને બધી જ સુપરહિટ સાબિત થઈ છે. Conjuring યુનિવર્સની પહેલી ફિલ્મ 2013 માં આવી હતી.
આ ફિલ્મ વિશે કહેવાય છે કે ધ એમિટી વિલે હોરર નામના પુસ્તક પરથી આ ફિલ્મ પ્રેરિત છે. આ પુસ્તકમાં એવી સત્ય ઘટનાઓ છે જે ભૂત પ્રેત સંબંધિત છે. લોરેન વોરન અને એડ વોરન એક કપલ હતું જે પેરા નોર્મલ ઘટનાઓથી છટકારો અપાવવાનું કામ કરતા હતા. જેમાંથી એડએ દુનિયાને વર્ષ 2006 માં અલવિદા કીધુ અને લોરનનું મોત 2019 માં થયું. આ બંને ભૂતપ્રેતની ઘટનાઓના જાણકાર હતા જેને લઈને ફિલ્મ the conjuring બનાવવામાં આવી છે.
ફિલ્મની શરૂઆત એક મોટા ઘરથી થાય છે જ્યાં એક પરિવાર રહે છે. પરંતુ પરિવારની ખુશીઓ ત્યારે છીનવાઈ જાય છે જ્યારે ગાર્ડન એરિયામાં એક તળાવ અને સુકાયેલા ઝાડમાં કેટલીક પેરાનોર્મલ એક્ટિવિટી જોવા મળે છે. ત્યાર પછી આ પરિવાર એડ અને લોરેનને બોલાવે છે. તેઓ ઘરની તપાસ કરે છે તો સામે આવે છે કે ઘરમાં ભૂતિયા ઘટનાઓ બની છે.
કહેવાય છે કે The Conjuring ફિલ્મ સત્ય ઘટનાઓ પરથી બનેલી છે. ફિલ્મના અંતમાં કેટલાક અખબારની ખબરો પણ દેખાડવામાં આવે છે જેનાથી સાબિત થાય છે કે પેરાનોર્મલ ઘટનાઓ બનતી હતી. એડ બોક્સ ઓફિસ પર પણ સારી સફળતા મળી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.
વર્ષ 2013માં રિલીઝ થયેલી the conjuring ફિલ્મનું બજેટ 20 મિલિયન ડોલર હતું. પરંતુ તેની કમાણી 319.5 મિલિયન ડોલર એટલે કે 2668 કરોડ રૂપિયા હતી. આ ફિલ્મની ત્રણ સિક્વલ બની છે અને વર્ષ 2025 માં ચોથો પાર્ટ રિલીઝ થશે.